🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી થઈ*

નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી થઈ*

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 07 Aug 2026, 09:26 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી થઈ*
૦૦૦૦૦૦૦
*અમરેલી, તા. ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬-* જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષભાઈ કણઝરિયાના માર્ગદર્શન હેઠળ નારી વંદન સપ્તાહ અંતર્ગત તા. ૦૬.૦૮૨૦૨૬ રોજ "મહિલા કર્મયોગી દિવસ" નિમિત્તે અમરેલી ખાતે આવેલ શીતલ કુલ પ્રોડક્ટ્સ કંપની લિમિટેડમાં કાર્યરત મહિલાઓ માટે 'મહિલાઓની થતી જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ)' વિષયક કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં સચિવશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના સચિવ શ્રી પ્રફુલ શર્માઅધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં શીતલ કંપનીના પ્રોડક્શન મેનેજર, એચ.આર. મેનેજર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષભાઈ કણઝરિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એડવોકેટશ્રી જાગૃત્તિબહેન જોષી દ્વારા કાર્યસ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અટકાયત અધિનિયમ-2013 અંગે વિસ્તૃત કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અધ્યક્ષ સ્થાને રહેલા સચિવ શ્રી પ્રફુલ શર્મા દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી જાના બહેન ગલચર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સેમિનારમાં ઉપસ્થિત તમામ બહેનોને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
📲Get App