🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગોબરધન યોજના: ગ્રામીણ ગુજરાતનું બનશે ‘ગ્રીન’ ફ્યુચર, ૧૪ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત
Sarkari Yojana

ગોબરધન યોજના: ગ્રામીણ ગુજરાતનું બનશે ‘ગ્રીન’ ફ્યુચર, ૧૪ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 07 Aug 2026, 11:38 AM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

યોજનાનું માળખું અને સબસીડી ​ક્લસ્ટર મોડલ: ફેઝ-૧માં NDDB, અમૂલ, બનાસ અને દૂધસાગર ડેરી જેવી સંસ્થાઓ મારફતે ૭,૪૨૩ પ્લાન્ટ અને ફેઝ-૨માં ૧૦૦% રાજ્ય ફાળા હેઠળ GCMMF તથા દૂધ સંઘોના સંકલનથી ૭,૦૦૦ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. ​આધુનિક સેટઅપ: રાજ્યમાં ૨ ઘનમીટર ક્ષમતા ધરાવતા, સરળ ઇન્સ્ટોલેશન અને નહિવત નિભાવ ખર્ચવાળા HDPE મટીરીયલના ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવે છે. સાથે જ બે બર્નર ગેસ સ્ટવ, H₂S ફિલ્ટર અને લાઈટર સહિતની સંપૂર્ણ કીટ પૂરી પાડવામાં આવે છે.

ગાંધીનગર:
ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કાર્યરત ‘ગોબરધન યોજના’ ગ્રામીણ ગુજરાતમાં સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સુરક્ષા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પશુપાલકો અને ખેડૂતોને પ્રોત્સાહન આપતી આ યોજનાથી અત્યાર સુધીમાં રાજ્યના ૮૮ ક્લસ્ટરોમાં ૧૪,૦૦૦થી વધુ બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૨૫ કરોડના ખર્ચે વધુ ૨૦,૦૦૦ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે.
​મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પશુના છાણ અને જૈવિક કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન દ્વારા 'વેસ્ટ ટુ વેલ્થ'ના અભિગમને સાકાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે પણ રૂ. ૨૩,૭૩૧ કરોડના ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ 'GOBARdhan'ને મંજૂરી આપી છે.
​યોજનાનું માળખું અને સબસીડી
​ક્લસ્ટર મોડલ: ફેઝ-૧માં NDDB, અમૂલ, બનાસ અને દૂધસાગર ડેરી જેવી સંસ્થાઓ મારફતે ૭,૪૨૩ પ્લાન્ટ અને ફેઝ-૨માં ૧૦૦% રાજ્ય ફાળા હેઠળ GCMMF તથા દૂધ સંઘોના સંકલનથી ૭,૦૦૦ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.
​આધુનિક સેટઅપ: રાજ્યમાં ૨ ઘનમીટર ક્ષમતા ધરાવતા, સરળ ઇન્સ્ટોલેશન અને નહિવત નિભાવ ખર્ચવાળા HDPE મટીરીયલના ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવે છે. સાથે જ બે બર્નર ગેસ સ્ટવ, H₂S ફિલ્ટર અને લાઈટર સહિતની સંપૂર્ણ કીટ પૂરી પાડવામાં આવે છે.
​આર્થિક સહાય: રૂ. ૩૦,૦૦૦ના કુલ ખર્ચમાંથી લાભાર્થીને રૂ. ૨૫,૦૦૦ની સબસીડી મળે છે, જ્યારે માત્ર રૂ. ૫,૦૦૦ લાભાર્થીએ ચૂકવવાના રહે છે.
​પર્યાવરણ અને આરોગ્યના ફાયદા (વાર્ષિક પ્રતિ પ્લાન્ટ)
​૮ થી ૧૦ એલ.પી.જી. સિલિન્ડરની બચત.
​૧૮,૨૫૦ કિલો પશુજન્ય કચરાનું વૈજ્ઞાનિક સંચાલન.
​૮૩૪ કિલો CO₂ ઉત્સર્જનમાં ઘટાડો.
​ધુમાડામુક્ત રસોડાથી મહિલાઓના આરોગ્યમાં સુધારો અને બાયોસ્લરીના ઉપયોગથી રાસાયણિક ખાતરો મુક્ત કુદરતી ખેતીને વેગ.
​મંજુલાબેન બારડની પ્રેરણાદાયી ગાથા
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામના મંજુલાબેન દેડાભાઈ બારડના પરિવાર માટે આ યોજના બદલાવ લાવનારી સાબિત થઈ છે. અગાઉ ખુલ્લામાં છાણના સંગ્રહથી માખી-મચ્છર અને દુર્ગંધની સમસ્યા રહેતી હતી. વર્ષ ૨૦૨૫-૨૬માં સાવજ ડેરીના સહયોગથી સ્થાપાયેલા ગોબરધન પ્લાન્ટથી આજે તેઓ સ્વચ્છ રસોઈ ગેસ મેળવી રહ્યા છે અને બાયોસ્લરીનો ઉપયોગ કરીને યુરિયા ખાતરનો ખર્ચ ઘટાડી શક્યા છે.
📲Get App