🔥 ट्रेंडिंग BTS ने 31वें एशियाई एंटरटेनमेंट टेलीवि... डैनी बॉयल ने ‘28 Days Later’ के अंतिम... सत्यजीत रे के बेटे संदीप रे ने चार क्ल... कॉनिडेला पवन तेज़ ने 'जनता' का टाइटल औ... माय भारत जम्मू केंद्र ने आयोजित किया क... जम्मू के डिवीजनल कमिश्नर ने एकता दिवस...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાહોદમાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવાયો

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 15 नव. 2026, 08:24 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે દાહોદના લીમખેડામાં યોજાયેલ જનજાતિય ગૌરવ દિવસમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લા, લીમખેડા ખાતે બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 'જનજાતિય ગૌરવ દિવસ'નું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા આ દિવસને આદિવાસી સમુદાયની અસ્મિતા, સંસ્કૃતિ અને વિકાસને ઉજવવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર Modiજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી. ઉપસ્થિત મહેમાનોને PM દ્વારા આપેલ સંદેશમાં આદિવાસી ભાઈ-બહેનની પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ આદિવાસી સમુદાયને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું, જેથી તેમની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો થાય.

જગદીશ પંચાલ સાહેબ દ્વારા ઉપસ્થિત જનસમુદાય સાથે આત્મીય સંવાદ થયો, જેમાં આદિવાસી ભાઈ-બહેનના ઉત્થાન અને ભવિષ્ય માટેની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી.
📲Get App