🔥 TRENDING West Bengal Cabinet Approves 14,000 Ne... West Bengal to Launch Eight Operationa... West Bengal Secures ₹29,000 Crore UDAN... Election Commission Clarifies Form 6 U... Mumbai Gold Prices Reported for 18K, 2... Samajwadi Party drops third candidate;...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હરીપર ગામમાં PHCનું બાંધકામ અટક્યું, ગ્રામજનોમાં રોષ, ઉચ્ચ કક્ષાએ રજૂઆત

✍️ Reporter: Rahul Khara 🗓 06 Oct 2026, 06:20 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હરીપર ગામમાં મંજૂર થયેલ PHCનું બાંધકામ અટકેલું હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે, અને તેઓ વહેલી તકે કામ શરૂ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી રહ્યા છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHCનું બાંધકામ લાંબા સમયથી અટકેલું હોવાથી સ્થાનિક ગ્રામજનો અને આસપાસના અંતરિયાળ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે હરીપર ગામના અરજદાર હરીશ માણસુરભાઈ ખરા દ્વારા ગાંધીનગર ખાતેના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) તેમજ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, જામનગરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
​રજૂઆતમાં જણાવ્યા અનુસાર, હરીપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHCના નિર્માણ માટે સરકારી મંજૂરી મળી ગઈ હોવા છતાં અને ઘણો સમય વીતી ગયો હોવા છતાં, કોઈ અગમ્ય કારણોસર સ્થળ પર પ્રાથમિક બાંધકામની કોઈ કામગીરી શરૂ થઈ નથી.
​હરીપર અને તેની આસપાસના ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારમાં સારું આરોગ્ય કેન્દ્ર ન હોવાથી સ્થાનિક લોકોને સામાન્ય સારવાર માટે પણ દૂર જવું પડે છે. એટલું જ નહીં, ઈમરજન્સીના સમયે સમયસર સારવાર ન મળવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
​આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને, રજૂઆતમાં ગાંધીનગર કક્ષાએથી અટકેલા કામની સમીક્ષા કરી, જરૂરી બજેટ કે ગ્રાન્ટ ફાળવી અથવા બેદરકારી દાખવનાર એજન્સીને કડક સૂચના આપીને બાંધકામ ત્વરિત શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સત્વરે સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
📲Get App