🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
PGVCLની માધાપર-બેડીનાકા સબ-ડિવિઝન કચેરીઓ તૈયાર છતાં બંધ; વિપક્ષે ઉઠાવ્યા સવાલ, તંત્રએ આપ્યો ખુલાસો
Local

PGVCLની માધાપર-બેડીનાકા સબ-ડિવિઝન કચેરીઓ તૈયાર છતાં બંધ; વિપક્ષે ઉઠાવ્યા સવાલ, તંત્રએ આપ્યો ખુલાસો

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 14 Aug 2026, 03:26 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ:
રાજકોટમાં. કરોડો રૂપિયાના ખર્ચે સરકારી ઇમારતો તૈયાર થઈ ગયા પછી પણ માત્ર નેતાઓના 'ઉદ્ઘાટન' માટે રાહ જોવી પડતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગર રોડ પર આશરે ₹4 થી 5 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી PGVCLની બે અદ્યતન કચેરીઓ છેલ્લા બે મહિનાથી ધૂળ ખાઈ રહી છે.
કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સરકારી કચેરીઓ તૈયાર હોવા છતાં લોકાર્પણના અભાવે બંધ રહેતા કોંગ્રેસ પક્ષે આકરો વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષની માંગ છે કે નેતાઓની અનુકૂળતા જોવાને બદલે તાત્કાલિક ધોરણે આ કચેરીઓ પ્રજા અને ગ્રાહકોની સુવિધા માટે ખુલ્લી મુકવામાં આવે.
આ સમગ્ર વિવાદ સામે આવતા PGVCLના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે બાકી રહેલી આંતરિક પ્રક્રિયાઓ ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવાશે અને આગામી 15 થી 20 દિવસમાં આ કચેરીઓ કાર્યરત કરી દેવામાં આવશે.
પ્રજાના પરસેવાની કમાણીમાંથી ટેક્સના નાણાંથી ઊભી કરાયેલી સુવિધાઓ માત્ર ‘રિબિન કાપવા’ માટે મહિનાઓ સુધી બંધ રાખવી કેટલી વાજબી છે?
📲Get App