Agriculture
વંથલીના થાણાપીપળીમાં ખેડૂતોને વીજ સમસ્યામાંથી મળશે મુક્તિ: PGVCL દ્વારા દરેક કનેક્શન માટે અલગ ટી.સી. આપવાની કામગીરી શરૂ
Watch on:
▶️ YouTube
વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં વારંવાર સર્જાતી વીજ સમસ્યાના નિવારણ માટે PGVCL દ્વારા ગ્રુપ ટી.સી.ના બદલે હવે દરેક ખેડૂતના કનેક્શન માટે અલગ ટી.સી. આપવાની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવી છે.
વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં ખેતીવાડી વીજ પુરવઠાને લઈ ખેડૂતોને વારંવાર પડતી મુશ્કેલીના નિવારણ માટે મહત્વપૂર્ણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગામના સૌથી મોટા ખેતીવાડી વાસુ ફીડર હેઠળ આવતા ૩૯ ગ્રુપ ટી.સી.ના ખેડૂતો દ્વારા વીજળીના વારંવાર થતા ફોલ્ટ તથા વીજ પુરવઠામાં સર્જાતી સમસ્યા અંગે ગ્રામસભામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી.
ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયત દ્વારા PGVCL શાપુરના ડેપ્યુટી એન્જિનિયર જાદવ સાહેબને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ ખેડૂતોને પડતી વીજળીની સમસ્યાના નિવારણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય અંતર્ગત ગ્રુપ ટી.સી.ના બદલે હવે દરેક ખેડૂતના કનેક્શન માટે અલગ ટી.સી. આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. PGVCLના હેલ્પર વિજયભાઈ ચૌહાણ દ્વારા આ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.
વીજળીના વારંવાર ફોલ્ટના કારણે ખેતીકામમાં પડતી અડચણો દૂર થવાની આશા ખેડૂતોમાં જાગી છે. સમસ્યાના ઉકેલ માટે લેવાયેલા નિર્ણયને થાણાપીપળીના ખેડૂતોએ આવકારી ગ્રામ પંચાયત તથા PGVCLનો આભાર વ્યક્ત કર્યો હતો.