🔥 ट्रेंडिंग आंध्र प्रदेश में 22 नए डायलिसिस केंद्र... NEET PG 2026 काउंसलिंग पंजीकरण शुरू, M... भाजपा की गुजरात में शानदार जीत के बाद... अहमदाबाद में नवरात्रि की दूसरी रात ग़ा... अहमदाबाद में CAA के तहत 158 अल्पसंख्यक... अंध्र प्रदेश के शोधकर्ता स्टैनफोर्ड की...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાણીપ પોલીસ સ્ટેશનની PCR 102 ટીમે ચાંદલોડિયાની 3 વર્ષીય બાળકીનું પરિવાર સાથે મિનિટોમાં મિલન કરાવ્યું..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 13 अक्टू. 2026, 11:34 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનની PCR 102 ટીમે ચાંદલોડિયા વિસ્તારમાં મળી આવેલી 3 વર્ષીય બાળકીનું પરિવાર સાથે ત્વરિત મિલન કરાવ્યું, જેમાં મહેન્દ્રસિંહ ગંગાસિંહ, એલ.આર. માલજીભાઈ વેલાભાઈ અને ઓ.એસ.ડી. કલ્પેશભાઈ શામળાજી જેવા પોલીસ અધિકારીઓએ મુખ્ય ભૂમિકા ભજવી..

અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનની PCR 102 ટીમે ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા નગર સોસાયટીમાંથી 3 વર્ષીય એક નાની બાળકી એકલી મળી આવી હતી. બાળકી ગુમ થવાની જાણ થતાં જ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી.

PCR 102 ની ગાડી નં. GJ18BW2188 સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી, જ્યાં પોલીસે સ્થળની તપાસ શરૂ કરી.

સ્થાનિક નાગરિકો અનિતાબેન અને રોનકભાઈના સહયોગથી તપાસ ઝડપી કરવામાં આવી, અને ગણતરીની મિનિટોમાં જ બાળકીના પરિવારજનોની શોધખોળ કરી, બાળકીને હેમખેમ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું.આ સફળ કામગીરીમાં 112 ગાડીના ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ ગંગાસિંહ,ઓપરેટર એલ.આર. માલજીભાઈ વેલાભાઈ અને ડ્રાઇવર ઓ.એસ.ડી. કલ્પેશભાઈ શામળાજીએ મહત્વની ભૂમિકા ભજવી. પરિવારજનોએ પોલીસ ટીમ અને સ્થાનિક રહીશોની આ ત્વરિત કામગીરી માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
📲Get App