🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓ માટે નવી OPD શરૂ, વિનામૂલ્યે મળશે નિષ્ણાંત સારવાર

✍️ Reporter: Dhaval Maheta 🗓 25 Sep 2026, 12:08 PM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હવે ગરીબ અને મધ્યમ વર્ગના હૃદયરોગના દર્દીઓને સમયસર, સરળતાથી અને સંપૂર્ણ વિનામૂલ્યે વિશિષ્ટ તપાસ અને સારવાર મળી રહેશે. હોસ્પિટલ પ્રશાસને આ માટે અદ્યતન હૃદયરોગ OPD શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના હૃદયરોગના દર્દીઓ માટે હોસ્પિટલ પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે. દર્દીઓને સમયસર, સરળતાથી અને સંપૂર્ણ વિનામૂલ્યે વિશિષ્ટ તપાસ તેમજ સારવાર મળી રહે તે હેતુથી કેમ્પસમાં આવેલા કિડની બિલ્ડિંગના ચોથા માળે અદ્યતન હૃદયરોગ OPD શરૂ કરવામાં આવશે. આ સાથે સ્ટેમસેલ બિલ્ડિંગના પહેલા માળે પણ દર્દીઓને આ સુવિધા મળી રહેશે, જ્યાં નિષ્ણાંત તબીબી કન્સલ્ટેશન કરશે.

કિડની બિલ્ડિંગ ખાતે OPD અને 2D ઇકોની સુવિધા અંગે માહિતી આપતા નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારુલ વડગામાએ જણાવ્યું કે, કિડની બિલ્ડિંગના ચોથા માળે દર્દીઓ માટે નિષ્ણાત તબીબોનું કન્સલ્ટેશન અને 2D ઇકો (2D ECHO) ની સુવિધા દરરોજ સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, દર્દીઓનો ધસારો ધ્યાનમાં રાખીને સોમવાર, મંગળવાર અને શુક્રવારે સાંજે 4:30 વાગ્યે પણ કન્સલ્ટેશન તથા 2D ઇકોની વિશેષ સાંજની સેવાઓ પૂરી પાડવામાં આવશે.

કેમ્પસમાં આવેલા સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે પણ હૃદયરોગની વિશેષ સેવાઓ જાળવી રાખવામાં આવી છે. અહીં દર સોમવાર, બુધવાર અને શનિવારે બપોરે 12:00 થી 1:00 વાગ્યા દરમિયાન દર્દીઓ માટે કાર્ડિયોલોજી કન્સલ્ટેશન અને 2D ઇકોની સુવિધા કાર્યરત રહેશે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિવિધ બિલ્ડિંગમાં આવતા દર્દીઓને હોસ્પિટલ પરિસરમાં લાંબા ધક્કા ખાવા ન પડે અને તેમને સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહે.
📲Get App