🔥 TRENDING राजस्थान पंचायत चुनाव नतीजों से प्रधान... సిరికొండ: ఫారం పాండ్ ద్వారా రైతులకు, ప... નીસરાયા ગામ સરપંચ પદે સસ્પેન્ડ કરતાં... ગુજરાતમાં ફૂડ સેફ્ટી મેગા ડ્રાઈવ: હાઇવ... સુરતમાં શાળા બહારના બાળકોનું સર્વેક્ષણ रांची के रामगढ़ मार्ग ओरमांझी में भारी...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Nuksan Lakho no

✍️ Reporter: Sabir Haji 🗓 19 Nov 2026, 01:37 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દ્વારકાના દરિયામાં બે નોટિકલ માઈલ નજીક મોટી બોટો દ્વારા ધીરા ફિશિંગ: માછીમારોને લાખોનું નુકસાન, કાર્યવાહીની માંગ
દ્વારકાના દરિયાકાંઠે આશરે બે નોટિકલ માઈલના અંતરે મોટી બોટો દ્વારા 'ધીરા ફિશિંગ' કરી માછીમારીની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદો ઊઠી છે. વિડિયો દ્રશ્યોમાં (SHUBH PRASAD IND GJ.25.MM.1301 લખેલી બોટ સહિત) દરિયામાં મોટી બોટોની હિલચાલ, બોટુવાળાઓ અને માછીમારીની કામગીરી સ્પષ્ટ નજરે પડે છે, જેના કારણે નાના અને પરંપરાગત માછીમારોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
દરિયાના નિયમો અને સીમાડાને લઈને સ્થાનિક માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી બોટો નજીકના વિસ્તારમાં ઘૂસી આવતા માછીમારોની જાળ, સાધનો અને રોજગારી પર સીધી અસર પડી રહી છે.
માછીમારોની ઉગ્ર માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા દરિયામાં બે નોટિકલ માઈલની મર્યાદાનું કડક પાલન કરાવવામાં આવે, નિયમ વિરુદ્ધ ધીરા ફિશિંગ કરતી મોટી બોટો અને બોટુવાળાઓ સામે કડક ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવે અને ધીરા ફિશિંગ તાત્કાલિક બંધ કરાવવામાં આવે, જેથી નાના માછીમારોને થતું આર્થિક નુકસાન અટકાવી શકાય.
📲Get App