🔥 ट्रेंडिंग सुसनेर स्ट्रांग रूम की निगरानी में कां... बलिया में 10-11 अक्टूबर को होगा ‘Balli... નશામુક્ત યુવા વિકસિત ભારત અંતર્ગત નશા... અરવલ્લી એસઓજી અને એલસીબી દ્વારા સંયુક્... आदर्श विद्या मंदिर में गांधी-शास्त्री... शिवपुरी वृद्धाश्रम में अंतर्राष्ट्रीय...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અંબાજી મેળામાં યુનિ.ના NSS સ્વયંસેવકોએ 5 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્ર કર્યું

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 02 अक्टू. 2026, 12:46 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજી મેળામાં યુનિ.ના NSS સ્વયંસેવકોએ 5 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્ર કર્યું

અંબાજી મેળામાં યુનિ.ના NSS સ્વયંસેવકોએ 5 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્ર કર્યું
ઉ.ગુ. યુનિ.ને 5 હજાર કિલો પ્લાસ્ટિકના બદલામાં બાંકડા અને ડસ્ટબિન મળ્યા

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના NSS સ્વયંસેવકોએ 5 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્ર કરી રીસાયકલિંગ અર્થે મોકલી પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એન.એસ.એસ વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અંબાજી ખાતે યોજાયેલા

ભાદરવી પૂનમના મેળા દરમિયાન એન.એસ.એસ ના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવીને 5 હજાર કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક

સફળતાપૂર્વક એકત્ર કર્યું હતું.સ્વચ્છતાના આ અભિયાનને આગળ ધપાવતા એકત્ર કરાયેલું આ સમગ્ર પ્લાસ્ટિક રીસાયકલિંગ અર્થે બિરલેરી કંપનીને સોંપવામાં આવ્યું હતું.જેના પ્રતિસાદરૂપે કંપની દ્વારા કચરાના યોગ્ય નિકાલ માટે ૩ ડસ્ટબિન અને વિદ્યાર્થીઓની સુવિધા માટે 5 બાંકડા યુનિવર્સિટીને ભેટ આપવામાં આવ્યા છે.યુનિવર્સિટી ખાતે ગુરુવારે કુલપતિ ડૉ. કે. સી. પોરિયાના હસ્તે આ બાંકડા અને ડસ્ટબિનનું

સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કુલ સચિવ રોહિતભાઈ દેસાઈ, બી.ઓ.એમ. સભ્યો અને યુનિવર્સિટીનો સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહી NSSની આ સરાહનીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ નવતર પહેલથી હવે કેમ્પસમાં કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન મળશે તેમજ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે બેસવાની આધુનિક સુવિધા ઉપલબ્ધ બનશે.
📲Get App