🔥 TRENDING 35-Year-Old Canadian Diplomat from Lud... Violent Student Protests Erupt at Two... Students in Assam's Dhemaji Use Boats... Assam Police Seize 103 Cattle, Detain... One Assam Rifles jawan killed, four in... Bihar nursing candidates march towards...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાદરવી પૂનમના મહામેળા બાદ NSS દ્વારા ‘મહા સ્વચ્છતા અભિયાન’ યોજાયું*

✍️ Reporter: Rushikesh Joshi 🗓 29 Sep 2026, 12:04 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન એમ.એ. પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કૉલેજ,પાલનપુર ભાદરવી પૂનમના મહામેળા બાદ NSS દ્વારા ‘મહા સ્વચ્છતા અભિયાન’ યોજાયુ

ભાદરવી પૂનમના મહામેળા બાદ NSS દ્વારા ‘મહા સ્વચ્છતા અભિયાન’ યોજાયુ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન એમ.એ. પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કૉલેજ,પાલનપુર દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સંયુક્ત ઉપક્રમે તતારીખ 28 સપ્ટેમ્બર, 2026ના રોજ ભાદરવી પૂનમના પાવન મહામેળા પૂર્ણ થયા બાદ મહા સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત NSSના 48 સ્વયંસેવકોએ પાન્છા થી અંબાજી તરફના પદયાત્રા માર્ગ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી. મહામેળા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવર થવાને કારણે માર્ગની આસપાસ તેમજ કેમ્પ વિસ્તારોમાં પડેલી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ તથા અન્ય કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો. એકત્રિત કરાયેલા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી યાત્રાધામ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર સ્વચ્છતા અભિયાન કૉલેજના આચાર્યશ્રી ડૉ.રમેશકુમાર બી. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર.ગણપતભાઈ ચૌધરી તથા ડોક્ટર ખુશ્બુબેન ચૌધરીના આયોજન, સંકલન અને સંચાલન હેઠળ NSSના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ અભિયાન દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સુંદર પરિચય આપવામાં આવ્યો હતો.
📲Get App