🔥 TRENDING ગુજરાતમાં ૧૬૦૮ કરોડ રૂપિયાના મેં બાકી,... सीकर के प्रेम प्रकाश आश्रम में इंद्रेश... Rajasthan CM Bhajan Lal Sharma Unveils... Gold Drops ₹920 to ₹1.47 Lakh/10g; Sil... નરોડા હેન્ડલૂમમાં અંજીરમાંથી ઈયળો નીકળ... India Launches Rewilding Initiative fo...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Nirakshan

✍️ Reporter: Sabir Haji 🗓 06 Oct 2026, 03:18 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

ઓખા મત્સ્યોદ્યોગ કચેરી સામે માછીમારોમાં રોષ: ૪૦૦-૫૦૦ OBM બોટના નિરીક્ષણમાં માત્ર ૬ બોટ તપાસી ટીમ પરત ફરી
દ્વારકા/રૂપેણ બંદર:
રૂપેણ બંદર ખાતે નાની OBM બોટોના લાયસન્સ અને સર્ટિફિકેટ મુદ્દે માછીમારો અને તંત્ર વચ્ચે અસંતોષ ઊભો થયો છે. ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીના જિલ્લા ઉપાધ્યક્ષ ભેંસલીયા અમીન કાસમ દ્વારા મત્સ્યોદ્યોગ મદદનીશ નિયામક (ઓખા)ને એક આવેદનપત્ર પાઠવીને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
રજૂઆત મુજબ, ગાંધીનગરના આદેશ બાદ તા. ૨૯-૦૯-૨૦૨૬ના રોજ ઓખા કચેરીની ટીમ રૂપેણ બંદર ખાતે તપાસ માટે આવી હતી. પરંતુ ૪૦૦ થી ૫૦૦ બોટોની ચકાસણી કરવાની જગ્યાએ અધિકારીઓએ માત્ર ૬ બોટોનું જ નિરીક્ષણ કર્યું હતું અને બાકીની આશરે ૩૯૪ થી ૪૯૪ બોટોની તપાસ કર્યા વિના જ પરત ફરી ગયા હતા. માછીમાર આગેવાનોએ આ કામગીરીને અધૂરી ગણાવી વિરોધ નોંધાવ્યો છે.
મુખ્ય માંગણીઓ:
* તા. ૨૯-૦૯-૨૦૨૬ના રોજ હાથ ધરાયેલ અધૂરી તપાસનો અહેવાલ, પંચનામું અને હાજરી પત્રક તાત્કાલિક લેખિતમાં આપવામાં આવે.
* બાકી રહેલ તમામ OBM બોટોનું તમામ માછીમારોની હાજરીમાં અને વિડિયોગ્રાફી સાથે ફરીથી સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવે.
* લાંબા સમયથી અટકેલા ૧૪૪ OBM બોટોના સર્ટિફિકેટ તાત્કાલિક મંજૂર કરી આપવામાં આવે.
આગેવાનોએ ચીમકી આપી છે કે જો આગામી ૩ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો વિડીયો પુરાવા સાથે મત્સ્યોદ્યોગ કમિશનર (ગાંધીનગર) અને કલેક્ટર (દેવભૂમિ દ્વારકા)ને લેખિત રજૂઆત કરી આગળની લડત આપવામાં આવશે.
📲Get App