🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડાપ્રધાન મોદીના નશામુક્ત સંકલ્પ સાથે NFSU, ગાંધીનગરમાં 'નશામુક્ત યુવા' કાર્યક્રમ યોજાયો
Local

વડાપ્રધાન મોદીના નશામુક્ત સંકલ્પ સાથે NFSU, ગાંધીનગરમાં 'નશામુક્ત યુવા' કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 04 Aug 2026, 02:02 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'નો શુભારંભ કરાવ્યો. આ અભિયાન અંતર્ગત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નશામુક્ત ભારતના સંકલ્પ સાથે રવિવારે સમગ્ર દેશમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરાવ્યો. આ અભિયાનના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે 'Gen-Z Against Addiction - નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'ના રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશના યુવાનોને સંબોધિત કર્યા. 'નશામુક્ત યુવા વિકસિત ભારતના નિર્માણ' માટે યુવાનો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંવાદ કર્યો.

કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત યુવાનોને 'નશામુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ'ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ ઉપરાંત, યુવાનોમાં નશા વિરુદ્ધ જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે એક રસપ્રદ નુક્કડ નાટક પણ રજૂ કરવામાં આવ્યું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આપણો દેશ વિકસિતની સાથે-સાથે નશામુક્ત પણ હોવો જોઈએ, કારણ કે રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ તેની યુવા પેઢી છે.
📲Get App