🔥 TRENDING Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn... Aishwarya Lekshmi & Arjun Das Star in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજપીપળામાં NCC CATC-207 તાલીમ શિબિરઃ 500 કેડેટ્સ લઈ રહ્યા છે રાષ્ટ્રીય એકતા અને નેતૃત્વની તાલીમ

રાજપીપળામાં NCC CATC-207 તાલીમ શિબિરઃ 500 કેડેટ્સ લઈ રહ્યા છે રાષ્ટ્રીય એકતા અને નેતૃત્વની તાલીમ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 24 Jul 2026, 05:58 PM 👁 106
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજપીપળાના GNLA કેમ્પસ ખાતે 5 ગુજરાત બટાલિયન NCC, સુરત દ્વારા કોમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ-207નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 20 જુલાઈથી શરૂ થયેલી આ દસ દિવસીય તાલીમ શિબિર તા. 29 જુલાઈ સુધી ચાલશે, જેમાં વિવિધ જિલ્લાઓના 500 જેટલા NCC કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે.
કેમ્પમાં કેડેટ્સને શિસ્ત, નેતૃત્વ, રાષ્ટ્રસેવા અને સ્વાવલંબનના ગુણો વિકસાવવા માટે શારીરિક તાલીમ, હથિયાર તાલીમ, ફાયરિંગ, મેપ રીડિંગ, ફિલ્ડ ક્રાફ્ટ, બેટલ ક્રાફ્ટ અને ડ્રોન સંચાલન જેવી પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે.
5 ગુજરાત બટાલિયન NCCના કમાન્ડિંગ ઓફિસર શ્રી આદર્શ ભંડારીએ જણાવ્યું કે, આ તાલીમનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસાવી તેમને દેશના સશક્ત નાગરિક બનાવવાનો છે.
આ કેમ્પમાં NCC કેડેટ્સને આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય-સ્વચ્છતા, ટીમવર્ક અને પડકારજનક પરિસ્થિતિમાં કાર્ય કરવાની ક્ષમતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
NCC CATC-207 તાલીમ શિબિર યુવાનોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને વધુ મજબૂત બનાવી રહી છે.
📲Get App