🔥 TRENDING 4.2‑magnitude quake rattles Uttarkashi... Odisha Gold Rates on 11 Oct 2026: 22‑c... BJP Criticises CJP and Opposition Over... Krishna Delta Farmers Honour CM Naidu... Andhra Pradesh Cabinet Approves 28% Ba... TUDA accelerates development to meet T...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

Nayara Energy દ્વારા પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો જાહેર, રાજકોટમાં સરકારી પંપ પર ભાવ સ્થિર

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 11 Oct 2026, 12:45 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાનગી ફ્યુલ કંપની Nayara Energy એ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3 નો વધારો કર્યો છે. જોકે, રાજકોટ સહિત દેશભરમાં સરકારી પેટ્રોલ પંપ પર ભાવ યથાવત રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ વચ્ચે આખરે હકીકત સામે આવી છે. દેશની સૌથી મોટી ખાનગી ફ્યુલ કંપની Nayara Energy એ પોતાના તમામ પેટ્રોલ પંપ પર ભાવ વધારાની જાહેરાત કરી છે. કંપનીએ 3 ઓક્ટોબરથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં ₹3 નો વધારો કર્યો છે. આ વધારો દેશભરમાં આવેલા તેના 7,108 પેટ્રોલ પંપ પર લાગુ કરવામાં આવ્યો છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ $115 ને પાર પહોંચી જતા અને રિફાઈન્ડ ફ્યુલ મોંઘુ થતા આ નિર્ણય લેવો પડ્યો છે. જોકે, આ ભાવ વધારા અંગે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકારી પંપ પર પણ ભાવ વધશે? આ અંગે સરકારી સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે હાલ પૂરતી સરકારી ઓઈલ કંપનીઓ - IOCL, BPCL, HPCL દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને હાલમાં આવો કોઈ પ્રસ્તાવ પણ વિચારણા હેઠળ નથી.

રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ ₹101.40 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹97.57 પ્રતિ લિટર છે. છેલ્લા 7 દિવસથી આ ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી કંપનીઓએ છેલ્લે મે 2026 માં ભાવમાં ફેરફાર કર્યો હતો ત્યારથી ભાવ સ્થિર છે.

નિષ્ણાતોના મતે, મધ્ય પૂર્વમાં ઈરાન-અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ઉથલ-પાથલ છે. જો ક્રૂડના ભાવ આમ જ વધતા રહેશે તો આવનારા દિવસોમાં સરકારી કંપનીઓ પર પણ દબાણ વધી શકે છે. હાલ પૂરતું, વાહનચાલકોને સલાહ છે કે પેટ્રોલ પંપ પર ભીડ કરવાની જરૂર નથી.
📲Get App