🔥 TRENDING அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
MLA ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ અને જવાબદારી: ગુજરાતમાં ધારાસભ્યોની કટિબદ્ધતા
Politics

MLA ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ અને જવાબદારી: ગુજરાતમાં ધારાસભ્યોની કટિબદ્ધતા

✍️ Reporter: Sudip Gadhiya 🗓 28 Aug 2026, 10:47 AM 👁 56
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય દ્વારા ધારાસભ્યોને આપેલી સ્થાનિક વિકાસ ભંડોળનું પારદર્શક અને સમયસર ઉપયોગ, તેમજ પ્રજા-સરકાર વચ્ચેનું સેતુ તરીકેની તેમની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો છે.

રાજ્ય દ્વારા દરેક ધારાસભ્યને તેમના મતવિસ્તારમાં સ્થાનિક વિકાસ માટે દર વર્ષે નિશ્ચિત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ નાણાંનું સંપૂર્ણ અને પારદર્શક ઉપયોગ કરવું ધારાસભ્યોની પ્રાથમિક જવાબદારી છે.

ગ્રાન્ટની રકમ કયા ક્ષેત્રમાં (પાણી, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ વગેરે) વાપરવી તે નક્કી કરવું ધારાસભ્યોની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે. નાણાકીય વર્ષ પૂરુ થાય તે પહેલાં નાણાંનો સંપૂર્ણ ઉપયોગ થાય અને ફંડ લેપ્સ ન થાય એ મહત્વપૂર્ણ છે.

વિકાસ કાર્યોમાં માત્ર કાગળ પર કામ નહીં, ગ્રાઉન્ડ પર ગુણવત્તાપૂર્ણ કામ સુનિશ્ચિત કરવું જરૂરી છે. કચેરીમાં બેસીને યોજનાઓ બનાવવા કરતાં ગ્રામ્ય સ્તરે કે શહેરી વોર્ડમાં ફરીને લોકોની વાસ્તવિક સમસ્યાઓ જાણીને ફંડ ફાળવવું સાચી કટિબદ્ધતા દર્શાવે છે.

ધારાસભ્યો પ્રજા અને સરકાર વચ્ચેનું સેતુ છે. તેઓને માત્ર ગ્રાન્ટ વાપરવા જ નહીં, રાજ્યની મોટી યોજનાઓ જેમ કે સિંચાઈ પ્રોજેક્ટ્સ, હાઇવે અને ઔદ્યોગિક વિકાસને પોતાના વિસ્તારમાં લાવવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ.

નાગરિકોને તેમના મતવિસ્તારમાં ગ્રાન્ટના નાણાં ક્યાં અને કેવી રીતે વપરાયા છે તેની જાણ કરવાનો અધિકાર છે. તેથી સાચો જનપ્રતિનિધિ એ છે જે પારદર્શક, સમયસર અને ગુણવત્તાપૂર્ણ રીતે ગ્રાન્ટને પ્રજાના જીવનધોરણને ઉંચો કરવા માટે ઉપયોગ કરે.
📲Get App