🔥 TRENDING Bihar: Youth dies after two-month batt... BMRCL Completes Safety Audit Across Al... MP Congress to Launch Village-to-Delhi... Shivraj Chauhan warns of drug abuse, d... Chikkaballapur administration approves... MP Election Commissioner Criticizes So...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાણીપમાંથી ૧.૧૫ લાખના MD ડ્રગ્સ સાથે રીઢા ગુનેગારને ઝડપ્યો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 20 Oct 2026, 04:15 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાણીપ વિસ્તારમાંથી ૩૮ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ સાથે ૧૩ ગંભીર બનાવોમાં ચોપડે ચડેલા આરોપીને ઝડપી પાડ્યો છે.

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુપ્ત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાણીપ વિસ્તારમાં આવેલા વૃંદાવન સોસાયટી સામેની 'રાજ હેર આર્ટ' નામની દુકાનમાંથી હિરેનકુમાર ઉર્ફે કાળીયો ઉમેશકુમાર ભટ્ટને ઝડપી પાડ્યો છે.

પોલીસે આરોપી પાસેથી ૩૮ ગ્રામ ૩૯૦ મિલીગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ (જેની કિંમત રૂ. ૧,૧૫,૧૭૦/- છે), બે એન્ડ્રોઇડ મોબાઇલ, રોકડ રકમ અને એક એક્સેસ ટુ-વ્હીલર મળીને કુલ રૂ. ૧,૫૫,૯૮૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપી હિરેન ઉર્ફે કાળીયો અગાઉ વાડજ, કાગડાપીઠ, ઘાટલોડિયા, બોડકદેવ અને ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ (IPC ૩૦૭), લૂંટ, મારપીટ તેમજ દારૂ અને ડ્રગ્સ (NDPS) જેવા ૧૩ જેટલા ગંભીર બનાવોમાં ચોપડે ચડી ચૂક્યો છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે આ ડ્રગ્સનો જથ્થો વેચાણ માટે રાખ્યો હોવાનું જણાવ્યું છે.
📲Get App