🔥 ट्रेंडिंग खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરા: રાવપુરા પોલીસે "મિશન ક્લીન" હેઠળ MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક ઝડપ્યો
अपराध

વડોદરા: રાવપુરા પોલીસે "મિશન ક્લીન" હેઠળ MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક ઝડપ્યો

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 03 सित. 2026, 01:17 PM 👁 38
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરામાં રાવપુરા પોલીસે "મિશન ક્લીન" અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરતા અકોટા વિસ્તારમાંથી 67.400 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ ડ્રગ્સની કિંમત આશરે 2.02 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા નશાના કારોબાર સામે "મિશન ક્લીન" હેઠળ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અકોટા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય ગુલ્ઝારઅલી ખલીફા નામના આરોપીને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

આરોપી પાસેથી કુલ 67.400 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત 2.02 લાખ રૂપિયા થાય છે. તેની સાથે પોલીસને 23,500 રૂપિયા રોકડા, એક ડિજિટલ વજનકાંટો અને એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે, જેને પોલીસે કબ્જે લીધો છે.

રાવપુરા પોલીસે NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આ MD ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ કરી રહી છે. આ મામલે રાજસ્થાનના રહેવાસી અલીમહમદ પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
📲Get App