Crime
અમદાવાદ: MBA થયેલા યુવકે મોજશોખ પૂરા કરવા અપનાવ્યો બાઈક ચોરીનો રસ્તો, પોલીસે ઝડપ્યો
અમદાવાદના સોલા વિસ્તારમાં પોલીસે એક 25 વર્ષીય MBA યુવક દર્શન તિરગરને બાઈક ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. નોકરી છૂટી ગયા બાદ મોજશોખ પૂરા કરવા માટે તેણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો.
અમદાવાદના સોલા વિસ્તારમાં પોલીસે એક ચોંકાવનારા કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 25 વર્ષીય MBA યુવક દર્શન તિરગરને બાઈક ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. મૂળ હિંમતનગરનો રહેવાસી દર્શન અગાઉ સારી એવી નોકરી કરતો હતો, પરંતુ નોકરી ગુમાવ્યા બાદ તેણે ડિલિવરી બોય તરીકે કામ શરૂ કર્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દર્શન તિરગરના વધતા મોજશોખ અને ઓછી આવક તેને પોસાય તેમ ન હોવાથી તેણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. ચાણક્યપુરી વિસ્તારમાં થયેલી બાઈક ચોરીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી. ફૂટેજમાં એક યુવક ટોપી પહેરીને બાઈક લઈ જતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતાં ચાણક્યપુરી વિસ્તારમાંથી ભાડાના મકાનમાં રહેતા દર્શન તિરગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીની બાઈક કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.