🔥 TRENDING mathura कोसीकलां में सजा अद्भुत जनकपुर... लखनऊ में आशा एवं आशा संगिनी ने वेतन के... रगभीर नगर में सड़कें खुदाई से क्षतिग्र... शहडोल में खाकी का बड़ा प्रहार: जयसिंहन... UP Police Seize Rs 1.25 Crore Drug Rac... Karun Nair Turns the Tide for Karnatak...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Machhimar

✍️ Reporter: Sabir Haji 🗓 13 Oct 2026, 09:38 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

માછીમારો માટે અકસ્માત સહાય યોજના: ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના માછીમારો માટે 'માછીમારો માટેની અકસ્માત સહાય યોજના' જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ મુશ્કેલ પરિસ્થિતિઓમાં માછીમારોના પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
સહાયનું ધોરણ અને વિગતો:
* પાકિસ્તાન જેલમાં અવસાન થવા પર: જો રાજ્યનો કોઈ માછીમાર મત્સ્યોદ્યોગ દરમિયાન પાકિસ્તાન મરીન ઓથોરિટી દ્વારા પકડાય અને પાકિસ્તાન જેલમાં તેનું અવસાન થાય, તો આવા માછીમારના કાયદેસરના વારસદારને રૂ. ૫,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.
* કુદરતી આપત્તિ કે અકસ્માતમાં મૃત્યુ: સમુદ્રમાં માછીમારી દરમિયાન કુદરતી આપત્તિ અથવા અકસ્માતને કારણે અવસાન પામેલ માછીમારના વારસદારને પ્રતિ કિસ્સામાં રૂ. ૫,૦૦,૦૦૦/- ની સહાય આપવામાં આવશે.
* ગુમशुदा/લાપતા થવાના કિસ્સામાં: સમુદ્રમાં માછીમારી દરમિયાન અકસ્માતે ગુમ થયેલા માછીમારના કિસ્સામાં એક વર્ષ બાદ પણ જો મૃતદેહ ન મળે, તો તેના વારસદારને પ્રતિ કિસ્સામાં રૂ. ૫,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર રહેશે.
પાત્રતાના ધોરણો:
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો નાગરિક અને સક્રિય માછીમાર હોવો અનિવાર્ય છે.
વધુ માહિતી માટે ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગનો સંપર્ક કરી શકાય છે.
📲Get App