🔥 ट्रेंडिंग સુરેન્દ્રનગરમાં ૧૦૦ વર્ષથી જૂની પરંપરા... Hamara birsinghpur जयनगर के जयदेव नागेश्वरी दुर्गा मंदिर... हिमाचल में चार दिन की बारिश के लिए तैय... नया मुफ्त एंड्रॉइड मौसम ऐप दिखाता है प... राष्ट्रपति ने 6 राज्यों में नए राज्यपा...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વડોદરા: L&T સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડીંગોને મનપાની નોટિસ

✍️ रिपोर्टर: KEYUR PATEL 🗓 12 अक्टू. 2026, 08:30 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા મનપાની ટાઉન ડેવલપમેન્ટ શાખાએ L&T સર્કલ પાસે નિર્માણાધીન અર્થ યુફોરિયા અને અર્થ વન પ્રોજેક્ટના માલિકોને ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ ફટકારી છે. સાત દિવસમાં આધાર-પુરાવા રજૂ નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વડોદરા શહેરમાં L&T સર્કલ પાસે આવેલા અર્થ યુફોરિયા અને અર્થ વન નામના નિર્માણાધીન પ્રોજેક્ટ્સ સામે વડોદરા મહાનગરપાલિકા (મનપા) એ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદે અથવા બિનપરવાનગી બાંધકામ અંગે મળેલી ફરિયાદ બાદ મનપાની ટાઉન ડેવલપમેન્ટ શાખા દ્વારા બંને પ્રોજેક્ટના માલિકો અને કબજેદારોને નોટિસ પાઠવવામાં આવી છે.

મનપા દ્વારા જારી કરાયેલી નોટિસમાં, માલિકો અને કબજેદારોને આગામી સાત દિવસની અંદર બાંધકામને લગતા આધાર-પુરાવા રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પ્રોપર્ટી કાર્ડ, સનદ, સિટી સર્વે નકશો અને મંજૂર બાંધકામનો નકશો જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે, તો મનપા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો સાત દિવસમાં પુરાવા રજૂ નહીં થાય તો, બિનપરવાનગી અથવા ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
📲Get App