🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
LPG ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર, e-KYCની મુદત 23 ઑગસ્ટ સુધી લંબાવાઈ
National

LPG ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર, e-KYCની મુદત 23 ઑગસ્ટ સુધી લંબાવાઈ

✍️ Reporter: Makvana Jaydip 🗓 18 Aug 2026, 02:08 PM 👁 92
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રસોઈ ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા LPG ગેસ કનેક્શનની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.

અગાઉ e-KYC કરાવવાની છેલ્લી તારીખ 16 ઑગસ્ટ 2026 હતી, જેને હવે વધારીને 23 ઑગસ્ટ 2026 કરવામાં આવી છે.

જે ગ્રાહકોએ અગાઉથી e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, તેમને ફરીથી e-KYC કરાવવાની જરૂર નથી. જો ગ્રાહકોને પોતાના કનેક્શનનું e-KYC સ્ટેટસ જાણવા અંગે અસમંજસ હોય, તો સંબંધિત ગેસ કંપનીની ઓફિશિયલ મોબાઇલ એપ અથવા નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરીને સ્ટેટસ તપાસી શકાય છે.

LPG e-KYC કેવી રીતે કરાવવું?

ગ્રાહકો ત્રણ રીતે સરળતાથી e-KYC પૂર્ણ કરી શકે છે.

મોબાઇલ એપ દ્વારા:
IndianOilના ગ્રાહકો IndianOil ONE એપ દ્વારા e-KYC કરી શકે છે. જ્યારે HPCLના ગ્રાહકો HP PAY એપ દ્વારા e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ઘરેથી બાયોમેટ્રિક અથવા Face Authenticationની મદદથી પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

ગેસ એજન્સી પર જઈને:
ગ્રાહકો પોતાનું ઓળખપત્ર અને ગેસ કનેક્શનની પાસબુક લઈને નજીકની ગેસ એજન્સી પર જઈ શકે છે. ત્યાં બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ દ્વારા e-KYC પૂર્ણ કરી શકાય છે.

ડિલિવરી બોયની મદદથી:
ગેસ સિલિન્ડરની ડિલિવરી દરમિયાન ડિલિવરી મેન પાસે રહેલા ઉપકરણ દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવીને પણ e-KYC પૂર્ણ કરી શકાય છે.

મહત્વપૂર્ણ: જે ગ્રાહકોની e-KYC હજુ બાકી છે, તેમણે 23 ઑગસ્ટ 2026 સુધીમાં e-KYC પૂર્ણ કરી લેવી.
📲Get App