🔥 TRENDING बीकानेर: पांचू थाना क्षेत्र में एटीएम... ਇਸ SUV ਨੂੰ ਟੁੱਟ ਕੇ ਪੈ ਗਏ ਲੋਕ! ਵਿਕ ਗਈਆਂ... Bhopal: 12‑Year‑Old Girl Murdered in B... Congress questions 4.27 crore 'Aashirv... वाराणसी: रोहनियां पुलिस ने 5.1 किलो चा... MP CM Mohan Yadav Announces Chambal In...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા LCB દ્વારા વાહન ચોરીના ગુનામાં બે આરોપીઓને ₹1.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Oct 2026, 10:42 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા LCB પોલીસે વાહન ચોરીના ગુનામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચોરીની ત્રણ મોટરસાયકલ કબજે કરી હતી..

મહેસાણામાં-:
લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વાહન ચોરીના ગુનાઓને ડામવા અને અગાઉ બનેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન મોટી સફળતા મળી છે.પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન બાતમીના આધારે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજી અને જોરાજી કડવાજીને મળેલી ખાનગી બાતમીના આધારે, જાસલપુરથી કડી જતા રોડ પર બાવળની ઝાડીમાંથી નાસીરખાન અમીરઉલ્લાખાન (ઉ.વ. ૨૩) અને સાહીલ મહેબુબસા દાદનસા (ઉ.વ. ૨૧) ને ઝડપી પાડવામાં આવ્યા.તેમની પાસેથી નંબર પ્લેટ વગરની ટી.વી.એસ જ્યુપીટર, રોયલ એન્ફીલ્ડ બુલેટ અને હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી આવી હતી. વાહનોના દસ્તાવેજો માંગતા બંને ઈસમો સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલ્યું કે તેમણે નવરાત્રી દરમિયાન મોટરસાયકલ ચોરી કરવાની યોજના બનાવી હતી. નાની કડી કામનાથ પાટી પ્લોટમાંથી જ્યુપીટર, કડી જાપલી વાસ નજીકથી બુલેટ અને મલ્હારપુરામાંથી સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરી હતી..

આ ત્રણેય વાહનોની કુલ કિંમત ₹1.75 લાખ આંકવામાં આવી છે.આરોપીઓ પાસેથી ટી.વી.એસ જ્યુપીટર (કિંમત ₹65,000), રોયલ એન્ફીલ્ડ બુલેટ (કિંમત ₹70,000) અને હીરો સ્પ્લેન્ડર પ્લસ (કિંમત ₹40,000) મળી કુલ ₹1,75,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ ગુનાઓ અંગે કડી પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ કાર્યવાહી કરી બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે કડી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે.આ પ્રશંસનીય કામગીરીમાં LCB ના અધિકારી અને કર્મચારીઓ જેમાં અનિરુદ્ધ.એમ.કામળીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી.કાકરેચા, પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર દેવજીભાઈ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પિયુષકુમાર નગીનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસીંહ વખતસિંહ, હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી, પોલીસ કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજી, પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજી, પોલીસ કોન્સ્ટેબલ મનુજી ફતેસીંહ,પોલીસ કોન્સ્ટેબલ વિશ્વનાથસીંહ પ્રતાપસીંહ નો સમાવેશ થાય છે.
📲Get App