🔥 TRENDING Priyanka Gandhi Renews Demand for CEC’... Virat Kohli's Masterclass Leads India... Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણામાં-: LCB દ્વારા ગોવિંદવાડી (કટોસણ) માંથી ₹૭.૪૪ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 05:58 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદવાડી (કટોસણ) ગામમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૫ પેટીઓ,જેમાં ૨૬૬૦ બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹૭,૪૪,૪૮૦/- આંકવામાં આવી છે, તે મુદ્દામાલ ઝડપી પાડ્યો છે..

મહેસાણામાં-:
પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્ય સાથે નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા LCB ને સતત પેટ્રોલિંગ અને આવા કૃત્યોમાં સંડોવાયેલા ઇસમો પર વોચ રાખવાની સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાઓના આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.કામળીયાના નેતૃત્વ હેઠળ ટીમો બનાવવામાં આવી હતી..

પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી હતી.ગઈ તા.૨૪/૦૯/૨૦૨૬ ના રોજ LCB ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કુલદિપસિંહ હનુમાનસિંહ ઝાલા અને અજીતસિંહ ઉર્ફે રોમીયો ભીખુભા ઝાલા (બંને રહે. ગોવિંદવાડી, કટોસણ, તા. જોટાણા) ભેગા મળી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી કુલદિપસિંહના રહેણાંક મકાન અને તેની બાજુમાં આવેલી ઓરડીમાં સંગ્રહ કર્યો છે અને તેનો વેપાર કરી રહ્યા છે.આ બાતમીના આધારે LCB ની ટીમે ગોવિંદવાડી (કટોસણ) માં દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન કુલદિપસિંહ હનુમાનસિંહ ઝાલાના ઘર અને તેની બાજુની ઓરડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૫૫ પેટીઓ મળી આવી હતી..

જેમાં ૨૬૬૦ શીલબંધ બોટલો (૪૭૫.૨ લિટર) હતી,જેની બજાર કિંમત ₹૭,૪૪,૪૮૦/- થાય છે.આ દારૂના જથ્થા અંગે, આરોપીઓ કુલદિપસિંહ હનુમાનસિંહ ઝાલા અને અજીતસિંહ ઉર્ફે રોમીયો ભીખુભા ઝાલા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ-૬૫(એ)(ઈ), ૮૧, ૧૧૬(બી) મુજબ સાંથલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.કામળીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.પઢારિયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ હઠેસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર જયંતીભાઈ,સંજયકુમાર ડાહયાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સચીન શિવરામદાસ,ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ જોરસિંહ સમાવેશ થાય છે.
📲Get App