अपराध
બનાસકાંઠા LCB દ્વારા રાજસ્થાનના બે કુખ્યાત બુટલેગરો PASA હેઠળ ઝડપી જેલ ભેગા કરાયા..
આગામી નવરાત્રી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુસર LCB પાલનપુર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક કરોડથી વધુના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના બે કુખ્યાત બુટલેગરોને PASA હેઠળ અટકાયત કરી જેલ ભેગા કરાયા છે..
બનાસકાંઠામાં-:
આગામી નવરાત્રી પર્વ શાંતિપૂર્ણ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી સાથે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પરીક્ષિતા રાઠોડ પાલનપુર અને પોલીસ અધિક્ષક બનાસકાંઠા પ્રશાંત સુંબે દ્વારા દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ અને રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિને અનુરૂપ ગેરકાયદેસર દારૂના વેપાર અને હેરાફેરીમાં સંડોવાયેલા કુખ્યાત બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાઓના આધારે, LCB પાલનપુર દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા ૧,૦૯,૮૯,૭૬૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાયર્સ અને હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી કુંભારામ ઘમારામ ઉદારામ જાખડ (જાટ) અને જસવંત જગમાલરામ રૂખમણારામ સોની,બંને રહે.બાડમેર,રાજસ્થાન સામે કાર્યવાહી કરવામાં આવી.LCB પાલનપુર દ્વારા જરૂરી રેકર્ડ એકત્ર કરી બંને બુટલેગરો સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી,જેને જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા દ્વારા મંજૂર કરવામાં આવી હતી..
આજ રોજ LCB પાલનપુરની ટીમે ચોક્કસ માહિતી આધારે હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ડીસા ખાતેથી બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી PASA હેઠળ અટકાયતમાં લીધા હતા. ત્યારબાદ તેમને મધ્યસ્થ જેલ વડોદરા અને રાજકોટ ખાતે કેદ રહેવા મોકલી આપવામાં આવ્યા છે.આ કાર્યવાહી LCB પાલનપુરના પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,આર બી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,જે એસ ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બળવંતસિહ મોતીસિહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ ડાહયાભાઈ,હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સોમસિંહ,રાજેશકુમાર શંકરલાલ હેડ કોન્સ્ટેબલ,અર્જુનસિંહ સ્વરૂપાજી હેડ કોન્સ્ટેબલ,અંકિતકુમાર મોતીભાઈ હેડ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ભીમાજી,પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ,પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર શાંતીલાલ,પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ શ્રોફ,પોલીસ કોન્સ્ટેબલ કાનસિંહ બળવંતસિંહ..