🔥 ट्रेंडिंग @breaking news - 20 साल बाद बिछड़े बुज... जयपुर में कांग्रेस का ‘वोट चोरी’ विरोध... વિરમગામ હાઈવે પર કાર પલટી, સદનસીબે જાન... సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્... ਗੁਰਦਾਸਪੁਰ ਦੇ ਇੰਜੀਨੀਅਰ ਤਰਲੋਕ ਸਿੰਘ ਕਲਸੀ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોરબંદરના ટીંબીનેશ ગામે દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર LCBના દરોડા, જથ્થો જપ્ત
अपराध

પોરબંદરના ટીંબીનેશ ગામે દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર LCBના દરોડા, જથ્થો જપ્ત

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 अग. 2026, 09:22 PM 👁 28
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોરબંદરના કુતિયાણા તાલુકાના ટીંબીનેશ ગામે LCBએ દરોડો પાડી ભેળસેળયુક્ત દૂધ બનાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ટીંબીનેશ ગામે LCBની ટીમે બાતમીના આધારે એક સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ભેળસેળયુક્ત દૂધ બનાવીને વેચાણ કરતા સરમણ ગોગનભાઈ કોડીયાતર નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસની તપાસમાં સ્થળ પરથી મોટા પ્રમાણમાં ભેળસેળ માટે વપરાતી સામગ્રી મળી આવી હતી. જેમાં ૩૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો સ્કીમ મિલ્ક પાઉડર અને પામોલીન તેલના ૧૪ ડબ્બાનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી દ્વારા દૂધમાં ભેળસેળ કરીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાની માહિતી મળતા પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App