🔥 TRENDING ઉનામાં તબીબ અપહરણ અને લૂંટ: અમદાવાદથી... સુરતની સુમન હાઈસ્કૂલના 20 વિદ્યાર્થીઓ... સુરત ક્રાઈમ બ્રાંચે ૬૫ લાખની છેતરપિંડી... தாய்மாமன் தங்க மோதிரம்’ திட்டம் தொடக்க... National Award winner Manasi Parekh sa... Gujarat Giants announce retained and r...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી LCBની મોટી કાર્યવાહી: લાઠી બાયપાસ પાસેથી 229 બોટલ વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા
Crime

અમરેલી LCBની મોટી કાર્યવાહી: લાઠી બાયપાસ પાસેથી 229 બોટલ વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 28 Sep 2026, 10:30 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી LCB પોલીસે લાઠી બાયપાસ પાસેથી એક કારમાંથી 229 બોટલ વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આ દારૂનો જથ્થો અંદાજે રૂ. 1.51 લાખથી વધુ કિંમતનો છે.

ભાવનગર રેન્જના IG શ્રી આર.વી.અસારી સાહેબની સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત અને ઈન્ચાર્જ અધિક્ષક જયવીર ગઢવીની સૂચનાઓનું પાલન કરતાં LCB ટીમે મોટી કાર્યવાહી કરી છે.

LCB PI સી.પી.વાઘેલાની ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે અમરેલી-લાઠી બાયપાસ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન એક S-Cross કાર (નંબર GJ-12-DM-2579) શંકાસ્પદ જણાતાં તેની તલાશી લેવામાં આવી હતી. આ તલાશી દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)નો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પકડાયેલ મુદ્દામાલમાં રોયલ ચેલેન્જ, રેડ લેબલ, બેલેન્ટાઈન્સ, સિરોક વોડકા, બ્લેક એન્ડ વ્હાઇટ સહિત કુલ 229 બોટલનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 1,51,067 થાય છે. આ ઉપરાંત, રૂ. 4,00,000 ની કિંમતની કાર પણ જપ્ત કરવામાં આવી છે. આમ, કુલ રૂ. 5,51,067 નો મુદ્દામાલ કબજે કરાયો છે.

પોલીસે દિલીપભાઈ છગનભાઈ મોકરીયા (ઉંમર 34, રહે. જુનાગઢ) અને રમેશભાઈ વશરામભાઈ એરડા (ઉંમર 37, રહે. મોટી ઘંસારી, કેશોદ, જુનાગઢ) નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. આ કામગીરીમાં PSI એમ.ડી.ગોહિલ, જે.ડી.વાઘેલા, ASI કનાભાઈ સાંખટ સહિત LCB સ્ટાફ જોડાયો હતો.
📲Get App