अपराध
બનાસકાંઠા LCB દ્વારા આંતરરાજ્ય ઘરફોડ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ૧૮ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબજે..
બનાસકાંઠા LCB પોલીસે રાજસ્થાનના સિરોહી પંથકની ઘરફોડ અને મંદિર ચોરી કરતી આંતરરાજ્ય અવસા (બળેલા) ગેંગના મુખ્ય સૂત્રધાર અને ૧૮ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી સોનાના દાગીના સહિત રૂ.૩,૦૩,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે..
પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં-:
નવરાત્રી પર્વ દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના નિર્દેશોના પગલે એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) પાલનપુર સતર્ક બની હતી.આ દરમિયાન, એલસીબીની ટીમોએ ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખતા લુણવા ગામ નજીકથી ખુશાલસિંહ ઉર્ફે અરવિંદસિંહ ઉર્ફે અવસા ઉર્ફે બળેલો નામના શંકાસ્પદ ઈસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સોનાની રિંગ મળી આવી હતી, જેના માલિકીપણાના કોઈ પુરાવા તે રજૂ કરી શક્યો ન હતો.પોલીસ પૂછપરછ દરમિયાન ખુશાલસિંહ એક રીઢો ઘરફોડીયો હોવાનું અને તેણે રાજસ્થાન, ગુજરાત, અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં અલગ અલગ સાથીદારો સાથે મળીને અનેક ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. તેણે અમદાવાદના સોલા વિસ્તારમાં જન્માષ્ટમી દરમિયાન એક બંધ મકાનની બારી તોડી ચાંદીના સિક્કા અને સોનાના દાગીનાની ચોરી કરી હતી. ત્યારબાદ, લગભગ પચીસ દિવસ પહેલાં, તેણે મોટેરા વિસ્તારની દેવપ્રિયા સોસાયટીમાં પણ એક બંધ મકાનમાં ચોરી કરી હતી..
આરોપીએ કબૂલ્યું કે ચોરીમાં મળેલા તેના ભાગના સોનાના દાગીના તેણે કાલીન્દ્રી (રાજસ્થાન) ખાતે રહેતા જીતુસિંહ હરીસિંહ રાજપૂત પાસે ગીરવે મૂક્યા હતા. પોલીસે આ કબૂલાતના આધારે અમદાવાદ શહેરમાં થયેલી આ બે ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલ્યા છે.આરોપી ખુશાલસિંહ ઉર્ફે અવસા ઉર્ફે બળેલા પાસેથી કુલ રૂ. ૩,૦૩,૬૦૦/- ની કિંમતનો મુદ્દામાલ, જેમાં સોનાના દાગીનાનો સમાવેશ થાય છે, તે કબજે કરવામાં આવ્યો છે.આ આરોપી ૧૮ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,બળવંતસિહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,વિજયસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,અર્જુનસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,હેડ કોન્સ્ટેબલ અંકિતકુમાર,પોલીસ કોન્સ્ટેબલ કાનસિહ,હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર,પ્રવિણભાઈ હેડ કોન્સ્ટેબલ,મુકેશકુમાર શ્રોફ પોલીસ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અર્જુનસિહ.