🔥 ट्रेंडिंग શેખપુરમાં પ્રાંત અધિકારી દ્વારા જેસીબી... सिक्किम विश्वविद्यालय ने यांगंग कैंपस... मिज़ोरम BJP ने ZPM के साथ गठबंधन वार्त... मेघालय ने वीणू मानकड़ ट्रॉफी में उभय‑1... पापुम पारे में ड्रग विरोधी कार्रवाई ते... तवांग, अरुणाचल प्रदेश में हिमालयी पीटल...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા LCB દ્વારા ગુરુગ્રામથી અકસ્માત અને અપરાધિક હત્યાના ગુનામાં ૫ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 09 अक्टू. 2026, 11:45 PM 👁 17
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB પોલીસને મોટી સફળતા મળી છે. અકસ્માત અને અપરાધિક મનુષ્યવધના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપીને ગુરુગ્રામથી દબોચી લેવાયો છે..

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે એક મોટી સફળતા મેળવી છે.અકસ્માત અને અપરાધિક મનુષ્યવધના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો એક આરોપીને હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડવામાં આવ્યો છે...

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપી ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા હતી.LCB ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગુરુગ્રામ ખાતે તપાસ હાથ ધરી અને સફળતાપૂર્વક આરોપીને દબોચી લીધો.આરોપીને ઝડપી પાડ્યા બાદ તેને સાબરકાંઠા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આગામી દિવસોમાં તેની પૂછપરછ બાદ વધુ વિગતો બહાર આવી શકે છે.LCB ની આ કાર્યવાહીથી ગુનાખોરી ડામવામાં પોલીસ વિભાગની સક્રિયતા પુરવાર થઈ છે.
📲Get App