🔥 TRENDING स्थानीय मंदिर में चोरी की घटना, दान पा... Odisha Unveils New Tourism Portal and... Boiler blast at Sri City SEZ kills fiv... Nara Lokesh vows India will shine in q... Andhra Pradesh GST collections jump 14... Former Gujarat CM to campaign for Cong...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણામાં-: LCB દ્વારા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે પરપ્રાંતીય ઝડપાયા...

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 08:24 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

LCB ટીમે પાલાવાસણા બ્રીજ પાસેથી વિદેશી દારૂની ૨૫૮૮ બોટલો,૧૦ લાખની કાર અને મોબાઇલ સાથે બે પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડ્યા છે.આ મુદ્દામાલની કુલ કિંમત ૨૦ લાખથી વધુ થાય છે..

મહેસાણામાં-:
LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા પ્રોહીબીશન ડ્રાઇવ દરમિયાન એક મોટી સફળતા મળી છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાલાવાસણા બ્રીજ પાસેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૫૮૮ બોટલો (૫૩૪.૨૪ લિટર) જેની કિંમત આશરે રૂ. ૧૦,૧૮,૩૦૮/- થાય છે, તેને એક કીયા સેલ્ટોસ ગાડી (કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-) અને બે મોબાઇલ ફોન (કિંમત રૂ. ૩૦,૦૦૦/-) સાથે ઝડપી પાડ્યા છે.આ કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૨૦,૪૮,૩૦૮/- આંકવામાં આવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાના પગલે મહેસાણા જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે LCB ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સૂચનાઓને પગલે LCB પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયાના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સતત પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું..

તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની કીયા સેલ્ટોસ ગાડી (રજીસ્ટર નંબર-GJ-08-DJ-1689) માં પાલનપુર તરફથી અમદાવાદ તરફ વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.આ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.વી.વાઘેલા અને તેમની ટીમને તાત્કાલિક વોચ ગોઠવી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.મહેસાણા LCB ટીમે પાલાવાસણા બ્રીજ પાસે વોચ ગોઠવી બાતમીવાળી કીયા સેલ્ટોસ ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી દારૂની કુલ ૫૬ પેટીઓ અને ૨૬૦ છૂટક બોટલો મળી આવી હતી.પોલીસે ગાડીમાં સવાર રાજસ્થાનના બાલોતરા જિલ્લાના બે પરપ્રાંતીય ઈસમો, નારણારામ સુતરારામ ગોદારા અને રમેશ શંકરારામ બાંગડવાને ઝડપી પાડ્યા હતા.તેમની વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ નાસી છૂટેલા અન્ય એક આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી રહી છે.પ્રશસનીય કામગીરી કરનાર એલ.સી.બી.મહેસાણા ના અધિકારી અને કર્મચારીઓ નામ જેમાં
પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.વી.વાઘેલા,મહેન્દ્રકુમાર કાનજીભાઈ અનામ હેડ કોન્સ્ટેબલ,કલ્પેશકુમાર અમૃતભાઇ પોલીસ કોન્સ્ટેબલ,મેહુલજી રણછોડજી પોલીસ કોન્સ્ટેબલ,આશિકકુમાર માધવલાલ પોલીસ કોન્સ્ટેબલ,ધવલ જેઠાભાઈ પોલીસ કોન્સ્ટેબલ.
📲Get App