🔥 TRENDING Jakhar Criticises Government Over Disc... Twenty Mobiles Recovered from Ten Unde... Over 700 Yoga Practitioners Gather in... গান্ধীজয়ন্তীতে পাঁচগ্রামে বিজ্ঞান অভীক... સાબરકાંઠાના-: હિંમતનગર અને શામળાજીમાં... ડીસા ટ્રાફિક પોલીસની દાદાગીરી અને બનાસ...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા LCB દ્વારા ૩૪૫ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો, લાખોની બજાર કિંમત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 09:55 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB દ્વારા "SAY NO TO DRUGS" મિશન હેઠળ કાર્યવાહી કરતા ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કપાસની ખેતીની આડમાં મોટા પાયે થતા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ ૩૪૫.૬૦૦ કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૧.૭૨ કરોડથી વધુ છે..

સાબરકાંઠામાં-:
યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા અને નાર્કોટીક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના ઉદ્દેશ્ય સાથે LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા ર્ડો. પાર્થરાજસિંહ ગોહિલના નિર્દેશો અનુસાર LCB ની ટીમો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત વોચ રાખી રહી હતી.આ કાર્યવાહી દરમિયાન ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી LCB ટીમને બાતમી મળી હતી કે કોટડા ગઢી ગામના મગરા ફળામાં રહેતા જગા રામા ગમાર અને તેમના પરિવારના સભ્યો દ્વારા કપાસના વાવેતરની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું છે.આ બાતમીના આધારે LCB ની ટીમે તાત્કાલિક કોટડા ગઢી ગામે રેઇડ કરી હતી..

રેઇડ દરમિયાન પોલીસને આરોપી રાયચંદભાઈ રામાભાઈ ગમાર,જગા રામાભાઈ ગમાર અને રવા પુનાભાઈ ગમાર (તમામ રહે. કોટડા ગઢી, તા.પોશીના) ની માલિકીના ખેતરમાંથી કપાસના પાકની વચ્ચે ઉગાડવામાં આવેલા ગાંજાના કુલ ૯૬૭ છોડ મળી આવ્યા હતા.આ ગાંજાના છોડનું કુલ વજન ૩૪૫.૬૦૦ કિલોગ્રામ હતું,જેની અંદાજિત બજાર કિંમત રૂ. ૧,૭૨,૮૦,૦૦૦/- આંકવામાં આવી છે.LCB એ આ સમગ્ર મુદ્દામાલ કબજે કરી લીધો છે.આ ગેરકાયદેસર ગાંજાના વાવેતર અને કબજા અંગે, ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ-૧૯૮૫ની સંબંધિત કલમો હેઠળ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અંગે નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુલદીપ નાયી ખેડબ્રહ્મા વિભાગની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી.
📲Get App