🔥 TRENDING અરવલ્લીના સુરપાણેશ્વર મંદિરમાં ગાંજાનુ... Unknown Attacker on Flydubai Flight to... Supreme Court Halts Death Penalty for... સમી તાલુકા નાની ચંદુર ગામે આંગણ_ઉત્સવ... Mansi Falls Short in Bronze Bout, Nite... Delhi Fuel Checks: Cameras Inspect Som...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા LCB દ્વારા ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ, રૂ. ૧.૭૨ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 05:26 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB એ "SAY NO TO DRUGS" મિશન હેઠળ કાર્યવાહી કરતાં ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કપાસના વાવેતરની આડમાં મોટા પાયે થઈ રહેલા ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે ૯૬૭ ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેનું બજાર મૂલ્ય આશરે રૂ. ૧.૭૨ કરોડથી વધુ છે..

સાબરકાંઠામાં-:
યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટીક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના ઉદ્દેશ્ય સાથે LCB દ્વારા "SAY NO TO DRUGS" અને "ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા" મિશન હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠાના નિર્દેશો અનુસાર LCB ની ટીમો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વોચ રાખી રહી હતી.આ કાર્યવાહી દરમિયાન, ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી LCB ટીમને બાતમી મળી હતી કે કોટડા ગઢી ગામના મગરા ફળામાં રહેતા જગા રામા ગમાર અને તેમના પરિવારના સભ્યો દ્વારા કપાસના વાવેતરની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું છે.આ બાતમીના આધારે LCB ની ટીમે તાત્કાલિક કોટડા ગઢી ગામે રેઇડ કરી હતી..

રેઇડ દરમિયાન પોલીસને આરોપી રાયચંદભાઈ રામાભાઈ ગમાર, જગા રામાભાઈ ગમાર અને રવા પુનાભાઈ ગમાર (તમામ રહે. કોટડા ગઢી, તા. પોશીના) ની માલિકીના ખેતરમાંથી કપાસના પાકની વચ્ચે ઉગાડવામાં આવેલા ગાંજાના કુલ ૯૬૭ છોડ મળી આવ્યા હતા.આ ગાંજાના છોડનું કુલ વજન ૩૪૫.૬૦૦ કિલોગ્રામ હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂ. ૧,૭૨,૮૦,૦૦૦/- આંકવામાં આવી છે.LCB એ આ સમગ્ર મુદ્દામાલ કબજે કરી લીધો છે.આ ગેરકાયદેસર ગાંજાના વાવેતર અને કબજા અંગે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ-૧૯૮૫ની સંબંધિત કલમો હેઠળ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર ભીખાભાઈ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ખુમાનસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રકુમાર શંભુભાઈ, વુમેન હેડ કોન્સ્ટેબલ નીલમબેન નારાયણભાઈ, ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ નારસિંહ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા એલ.સી.બી.,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કમેલશસિંહ રજુસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જશુભાઇ બાબુભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિહ ચતુરસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રકુમાર સુર્યકાંન્ત,વુમેન પોલીસ કોન્સ્ટેબલ જયશ્રીબેન સંજયભાઈ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ હિતેદ્રસિંહ કાળુસિંહ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે.જોષી એલ.સી.બી.,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ લાલજીભાઈ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દેવરાભાઈ ખીમજીભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નીલેષકુમાર બાબુભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ દીલીપસિંહ, ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ પ્રવિણસિંહ.
📲Get App