अपराध
સાબરકાંઠા LCB દ્વારા હત્યાના ગુનામાં ફરાર બે પાકા કેદીઓને ઝડપી પાડવામાં આવ્યા
હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને ફર્લો પરથી ફરાર થયેલા બે કેદીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સાબરકાંઠા દ્વારા સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યા છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગના નિર્દેશ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ, LCB સાબરકાંઠા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા અને પેરોલ-ફર્લો જમ્પ કરીને ફરાર થયેલા આરોપીઓને પકડવાની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન, LCB ટીમે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૦/૨૦૨૦, IPC કલમ ૩૦૨, ૧૨૦(બી), ૨૦૧ મુજબના ગુનામાં સજા પામેલા બે પાકા કેદીઓ, કિશનસિંહ બાલાજી મકવાણા અને સરસ્વતીબેન વિક્રમસિંહ પરમારને ઝડપી પાડ્યા છે. આ બંને કેદીઓ મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે સજા ભોગવી રહ્યા હતા અને તા. ૧૫/૧૦/૨૦૨૫ ના રોજ ફર્લો રજા પર મુક્ત થયા બાદ તા. ૩૦/૧૦/૨૦૨૫ ના રોજ જેલ પરત હાજર થવાના હતા, પરંતુ તેઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને કેદીઓ તેમના જણાવેલ સરનામે રહેતા ન હતા અને અલગ-અલગ જગ્યાએ છુપાઈને રહેતા હતા. LCB ટીમે બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે તપાસ કરતાં, આ બંને કેદીઓ દહેગામ તાલુકાના બહીયલ ગામ ખાતે હોવાની હકીકત જાણવા મળી. તા. ૨૯/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૦૬:૩૦ વાગ્યે LCB ટીમે સદર જગ્યાએ પહોંચી બંને કેદીઓને દબોચી લીધા હતા.
ઝડપી પાડવામાં આવેલા બંને કેદીઓને તેમની બાકીની સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ કાર્યવાહી દ્વારા LCB સાબરકાંઠાએ હત્યાના ગંભીર ગુનામાં સજા પામેલા અને છેલ્લા એક વર્ષથી ફરાર થયેલા બે પાકા કેદીઓને પકડી પાડવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.