🔥 ट्रेंडिंग રાજકોટના કુવાડવા રોડ પર ઓવરલોડ ટ્રક એક... સાબરકાંઠા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ... मोहना नगर परिषद अध्यक्ष ने वार्ड 04 मे... झारखंड के गवर्नर ने कहा, टैलेंट किसी ए... दहनबाद में जंगली हाथियों ने पैर-टीचर क... सुप्रीम कोर्ट ने झारखंड के मुख्यमंत्री...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મહેસાણા LCB દ્વારા ૬૫ લાખની લૂંટના ગુનામાં ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 29 सित. 2026, 06:44 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લામાં ગુનાખોરી ડામવા LCB સક્રિય બની છે. વસઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચેક માસ અગાઉ થયેલી ૬૫ લાખની લૂંટના ગુનામાં ફરાર એક આરોપીને LCB મહેસાણા દ્વારા રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે..

મહેસાણામાં-:
મિલ્કત અને શરીર સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા આવા ગુન્હાઓમાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીનાઓના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયાનાઓએ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી.જે અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.વી.વાઘેલા તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર કાનજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલકુમાર રણછોડજી તથા કલ્પેશકુમાર અમૃતભાઈ સહિતની ટીમ મહેસાણા શહેર બી.ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી..

તે દરમિયાન ગુરુદ્વારા નજીક ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વસઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂ. ૬૫,૦૦,૦૦૦/- ની લૂંટના ગુનામાં ફરાર આરોપી ચૌધરી નગેન્દ્ર ઉર્ફે નવીન ટીકુરામ (ઉ.વ-૨૮, રહે. પાબુસર, તા. શેરગઢ, જી. જોધપુર, રાજસ્થાન) ને મહેસાણા બાયપાસ રોડ ફતેપુરા સર્કલ પાસે પાલનપુર જવાના પીકઅપ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો.પકડાયેલ આરોપી પાસેથી વીવો કંપનીનો વીવો વાય ૩૦૦ પ્લસ મોડલનો મોબાઈલ કિ.રૂ. ૫૦૦૦/- નો કબ્જે કરવામાં આવ્યો છે. આ આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૩૫(૧) મુજબ અટકાયત કરી, વધુ કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.આ પ્રશંસનીય કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.વી.વાઘેલા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ કાનજીભાઇ, મહેન્દ્રભાઈ બબાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર અમૃતભાઇ અને મેહુલકુમાર રણછોડજી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.
📲Get App