🔥 TRENDING बुढ़वा मंगल पर ठड़ेश्वरी मंदिर में लगा... मतदाताओं से सोच-समझकर वोट डालने की अपी... नीरू ढांडा ने एशियन गेम्स 2026 में जीत... Andhra Pradesh Unveils Faster Approval... Gujarat CID Investigates Three Politic... Land Rover Discovery Splits in Half Af...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા LCB દ્વારા હત્યાના ગુનામાં ફરાર બે કેદીઓને ઝડપી પાડ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 05:54 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ હત્યાના ગંભીર ગુનામાં સજા પામેલા અને છેલ્લા એક વર્ષથી ફર્લો પરથી ફરાર થયેલા બે પાકા કેદીઓને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી હતી..

સાબરકાંઠામાં-:
નાસતા ફરતા અને પેરોલ-ફર્લો પરથી ફરાર થયેલા આરોપીઓને પકડવાની અસરકારક કામગીરી કરવાના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ બે પાકા કેદીઓને દબોચી લીધા છે. આ કેદીઓ હત્યાના ગંભીર ગુનામાં સજા પામેલા હતા અને છેલ્લા એક વર્ષથી ફરાર હતા.હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઈ.પી.કો. કલમ-૩૦૨, ૧૨૦ (બી), ૨૦૧ મુજબના ગુનામાં સજા પામેલા કેદી નં. S/૧૬૯૯૮ કિશનસિંહ બાલાજી મકવાણા (રહે. નનાનપુર,તા.પ્રાંતિજ, જી.સાબરકાંઠા) અને કેદી નં.S/૧૯૪ સરસ્વતીબેન (રહે. સાગપુર,તા.તલોદ,જી.સાબરકાંઠા) અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા હતા.તેમને તા.૧૫/૧૦/૨૦૨૫ ના રોજ ફર્લો રજા પર મુક્ત કરવામાં આવ્યા હતા અને તા.૩૦/૧૦/૨૦૨૫ ના રોજ જેલ પરત હાજર થવાનું હતું, પરંતુ તેઓ ફરાર થઈ ગયા હતા..

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયાના માર્ગદર્શન હેઠળ LCB ની ટીમો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતી.દરમિયાન બાતમી મળી હતી કે આ બંને કેદીઓ દહેગામ તાલુકાના બહીયલ ગામ ખાતે છુપાયેલા છે.આ માહિતીના આધારે, LCB ટીમે તા. ૨૯/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૬:૩૦ વાગ્યે દરોડો પાડી બંને કેદીઓને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા બંને કેદીઓને તેમની બાકીની સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.LCB સાબરકાંઠા દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા સહિત ટીમના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી ગણવામાં આવી રહી છે.
📲Get App