🔥 TRENDING तळोदा-धनपूर मार्गावर एसटी बसचा भीषण अप... પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમ... कृष्ण जन्माष्टमी के शुभ अवसर पर यादव म... Sikkim Clarifies: PPS Not Connected to... Mizoram Group Plans World's Largest Ch... Mizoram Aims to Become Major Silk Prod...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા LCB દ્વારા પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમ સામે પાસા હેઠળ કાર્યવાહી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 05:54 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ એક ઈસમને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો છે..

મહેસાણામાં-:
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા જાહેર વ્યવસ્થાનો ભંગ કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશોના પગલે, LCB, મહેસાણા દ્વારા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક મહેસાણા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરનાર અને શરીર,મિલકત તથા પ્રોહીબીશનના ગુનાઓમાં વારંવાર સંડોવાયેલા આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી..

આ સૂચનાઓના આધારે, LCB, મહેસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાને આવા તત્વો પર અંકુશ લાવવા અને તેમની પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી કરવા જણાવાયું હતું. તે અનુસંધાને, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાનીભાખર ગામના વતની અને ઉંઝા તથા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાહિત ઇતિહાસ ધરાવતા વાઘેલા ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ સરતાનસિંહ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજીસ્ટ્રેટ, મહેસાણા સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા દ્વારા મંજૂર કરાયેલ પાસા વોરંટના આધારે, LCB, મહેસાણાના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એ.પરમાર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બીપીનચંદ્ર દશરથલાલ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિમલકુમાર લાલજીભાઈ, અને પોલીસ કોન્સ્ટેબલ બીપીનકુમાર નારણભાઈ, કરણભાઈ રામાભાઈ, આશીકકુમાર માધવલાલ સહિતના સ્ટાફે મળીને આરોપી વાઘેલા ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ સરતાનસિંહને મહેસાણા મુકામેથી ૨૮/૦૯/૨૦૨૬ ના રોજ બપોરે ૧૩:૦૫ વાગ્યે અટકાયત કરી હતી. ત્યારબાદ, તેમને મધ્યસ્થ જેલ પાલારા (કચ્છ-ભુજ) ખાતે મોકલી આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
📲Get App