🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા LCB દ્વારા રાજસ્થાનથી આવતા વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ગાડીઓ અને પાંચ આરોપીઓને ઝડપ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 02:08 PM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB ની ટીમે રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ત્રણ ગાડીઓ સાથે ઝડપી પાડ્યો છે. આ રેકેટમાં સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા..

સાબરકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલના આદેશ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સક્રિય બની છે.LCB ની એક ટીમે ખાનગી રાહે બાતમી હકિકત મેળવી હતી કે રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ત્રણ ગાડીઓમાં ભરીને લાવવામાં આવી રહ્યો છે.આ ગાડીઓ પાયલોટિંગ સાથે અમદાવાદ તરફ જઈ રહી હતી.બાતમીના આધારે LCB ની ટીમે હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર ગાંભોઇ બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ત્રણ ગાડીઓ આવતાં પોલીસે તેમને રોકવાનો ઇશારો કર્યો હતો.જો કે ગાડીઓના ચાલકોએ પોલીસને જોઈ ગાડીઓ યુ-ટર્ન મારી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે સતર્કતા દાખવી પીછો કરતાં થોડે દૂર ગાડીઓમાંથી પાંચ ઈસમો ઉતરી નાસી છૂટ્યા હતા, જ્યારે ત્રણ ઈસમો ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા..

પોલીસે ઝડપાયેલી ત્રણ ગાડીઓમાંથી કુલ ૫૦ પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયર મળી આવી હતી,જેની કિંમત આશરે રૂ. ૫,૩૯,૬૪૩/- થાય છે.આ ઉપરાંત ત્રણ ગાડીઓની કિંમત રૂ. ૮,૫૦,૦૦૦/- અને આરોપીઓ પાસેથી મળેલા ત્રણ મોબાઇલ ફોનની કિંમત રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૪,૧૯,૬૪૩/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના નાયાગાંવ અને અરવલ્લી જિલ્લાના શામળાજીના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.પોલીસે ફરાર થયેલા ત્રણ આરોપીઓ, દારૂ ભરી આપનાર અને ગાડી લેવા આવનાર ઈસમોને ઝડપી પાડવા માટે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ LCB દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App