🔥 TRENDING રાજકોટ–માલીયાસણ હાઇવે પર સાઇકલ સવાર યુ... Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા LCB દ્વારા રાજસ્થાનથી આવતો વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ ગાડીઓ અને રૂ. ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Sep 2026, 02:02 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ ગાડીઓ, દારૂ-બીયર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે.

સાબરકાંઠા LCB ની ટીમે રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ વાહનોને ઝડપી પાડ્યા છે. આ ગાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ ૫૦ પેટીઓ મળી આવી હતી, જેની કિંમત રૂ. ૫,૩૯,૬૪૩/- આંકવામાં આવી છે. આ સાથે ત્રણ ગાડીઓની કિંમત રૂ. ૮,૫૦,૦૦૦/- અને આરોપીઓના મોબાઈલ ફોનની કિંમત રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૪,૧૯,૬૪૩/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) ની સૂચનાઓને પગલે અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે LCB દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, LCB ઇન્ચાર્જ શ્રી ડી.સી. સાકરીયા અને LCB હિંમતનગરના PSI શ્રી આર.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી.

તા. ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ, LCB ની ટીમ શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પર પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ગાંભોઈ બ્રિજ નજીક ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે, રાજસ્થાનથી બે સ્વીફ્ટ ગાડીઓ (GJ-04-EJ-5404 અને GJ-06-HD-5607) માં વિદેશી દારૂ/બીયર ભરીને લાવવામાં આવી રહી છે અને એક સફેદ મારુતિ ઇકો ગાડી (GJ-23-CB-3765) પાયલોટિંગ કરી રહી છે. આ ગાડીઓ શામળાજી, આશ્રમ ભીલોડા, રીંટોડા, ગાંભોઈ થઈને હિંમતનગર અને ત્યારબાદ અમદાવાદ જનાર હતી.

બાતમીના આધારે, ભીલોડા-ગાંભોઈ રોડ પર બામણા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જેવી બાતમી મુજબની ગાડીઓ આવતાં તેમને રોકવાનો ઇશારો કરાયો, પરંતુ ગાડીઓના ચાલકોએ ગાડીઓ યુ-ટર્ન મારીને ભગાડવાનો પ્રયાસ કર્યો. પોલીસે પીછો કરતાં થોડે દૂર ગાડીઓ મૂકી ચાલકો અને અન્ય ઈસમો ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે ત્રણ ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઝડપાયેલી ગાડીઓની તલાશી લેતાં તેમાંથી દારૂ-બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App