🔥 TRENDING Bus Collides with Truck on EPE, Driver... Road Crash in Rajasthan Claims Two Liv... Woman Stages Burglary to Stop Husband... Crime Branch Recovers Rs 5 Lakh Stolen... City Rebrands from "Crime Capital" to... Lata Mangeshkar Birth Anniversary Spar...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર ગ્રામ્ય પ્રોહીબિશન ગુનામાં છ વર્ષથી ફરાર આરોપી સાબરકાંઠા LCB દ્વારા ઝડપાયો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 27 Sep 2026, 01:54 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાંથી ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા ઝડપી પાડ્યો છે.

સાબરકાંઠા LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ની ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના બાદ કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી. સાકરીયા અને પો.સ.ઈ. શ્રી વી.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૭૨૨/૨૦૨૦ (પ્રોહી કલમ ૬૫ એઇ, ૯૮(૨), ૧૧૬બી, ૮૧, ૮૩) માં સંડોવાયેલ અને છેલ્લા છ વર્ષથી ફરાર આરોપી કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડ (ઉં.વ. ૩૧, રહે. થાના, તા. સરાડા, જી. ઉદેપુર, રાજસ્થાન) ટ્રક નંબર GJ-15-AZ-0797 ચલાવી રહ્યો છે અને સાણંદ નજીક છારોડી ગામ પાસે એક કંપનીમાં માલ ભરવા આવ્યો છે.

આ બાતમીના આધારે, LCB ની ટીમે સાણંદના છારોડી ગામે પહોંચી તપાસ શરૂ કરી. ત્યાં એક કંપનીની સામે રોડ પર ઉપરોક્ત ટ્રક ઉભી જોવા મળી. ટ્રકમાં સૂતેલા ઈસમને જગાડી પોલીસ તરીકે ઓળખ આપી નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડ હોવાનું જણાવ્યું. તેની પૂછપરછ અને ગુનાની વિગતોની ખરાઈ કરતાં તે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં ફરાર હોવાનું બહાર આવ્યું.

આમ, LCB સાબરકાંઠા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ ૩૫(૧)(જે) મુજબ આરોપી કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડની ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ ધરપકડ કરી તેને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળતા LCB સાબરકાંઠાની કાર્યક્ષમતા દર્શાવે છે.
📲Get App