🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર ગ્રામ્ય પ્રોહીબીશન ગુનામાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી સાબરકાંઠા LCB દ્વારા ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Sep 2026, 01:40 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB દ્વારા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના ઉદેપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલની સૂચના બાદ કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી.સાકરીયાના માર્ગદર્શન હેઠળ અને પો.સ.ઈ. શ્રી વી.આર.ચૌહાણની રાહબરી હેઠળ LCB સ્ટાફની ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસ કરી રહી હતી. દરમિયાન, બાતમી મળી હતી કે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૭૨૨/૨૦૨૦ (પ્રોહી કલમ ૬૫ એઇ, ૯૮(૨), ૧૧૬બી, ૮૧, ૮૩) માં સંડોવાયેલો અને છ વર્ષથી ફરાર આરોપી કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડ (ઉ.વ.૩૧, રહે.થાના, તા.સરાડા, જી.ઉદેપુર, રાજસ્થાન) ટ્રક નંબર GJ-15-AZ-0797 ચલાવી રહ્યો છે અને સાણંદ નજીક છારોડી ગામ પાસે એક કંપનીમાં માલ ભરવા આવ્યો છે.

આ બાતમીના આધારે, LCB ની ટીમે સાણંદના છારોડી ગામે પહોંચી તપાસ શરૂ કરી. ત્યાં એક કંપનીની સામે રોડ પર ઉપરોક્ત ટ્રક ઉભી જોવા મળી. ટ્રકમાં સુતેલા ઇસમને જગાડી પોલીસ તરીકે ઓળખ આપ્યા બાદ તેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ કમલસિંહ પ્રતાપસિંહ રાઠોડ જણાવ્યું. પૂછપરછ અને વેરીફિકેશન બાદ તે ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોવાનું સ્પષ્ટ થયું.

આમ, સાબરકાંઠા LCB એ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૩૫(૧)(જે) મુજબ આરોપી કમલસિંહ રાઠોડની ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ ધરપકડ કરી તેને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ સફળતા LCB સાબરકાંઠા દ્વારા પ્રોહીબીશનના ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં મેળવી છે.
📲Get App