🔥 TRENDING Punjab University Protest Sparks Fires... Search for "30dayplans" Recorded on Th... Drishyam's Opening Weekend Box Office... Bukhari accuses National Conference of... Jammu & Kashmir Assembly to Hold Mega... Madhya Pradesh Begins Monsoon Retreat...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસ

✍️ Reporter: Gilani Asikali 🗓 25 Sep 2026, 10:38 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એલ.સી.બી. ટીમને મહત્વની સફળતા મળી છે.પોલીસ મહાનિરીક્ષક શ્રી રાધેન્દ્ર વસ્ત્રા સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. કરમટિયા, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. શ્રી વી.એ. હરકટ તથા પોલીસ સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ દેસાઈ તથા હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ડામોરને હ્યુમન સોર્સિસ મારફતે મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપીપ્રકાશ ઉર્ફે ભૂવનેશ્વરસિંહ ઉર્ફે સુનીલભાઈ ઉર્ફે બુલુર રાજપૂત રહે. બી-૧૦૯, પુષ્પ રેસિડેન્સી-૧, શિવ શાંતિ સોસાયટીની સામે, વસ્ત્રાલ, અમદાવાદ.પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન તથા અન્ય કલમો હેઠળના કુલ ૮ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.નોંધાયેલા ગુનાઓ
અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેર અમરાઈવાડી પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેર અમરાઈવાડી પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન
અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન,અમદાવાદ શહેર અમરાઈવાડી પોલીસ સ્ટેશન આ તમામ ગુનાઓમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી થયેલી હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે.અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.રિપોર્ટરઆસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App