🔥 TRENDING રાજકોટ: મોરબી રોડ હડાળા ગામના પાટિયા પ... Four Assam Labourers Die in Meghalaya... Rape Case Surge Brings Women's Safety... Ayushmann Khurrana to Portray Pakistan... Madonna and Taylor Swift Dominate MTV... TVK Minister Criticises Udhayanidhi St...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર નજીક LCB પોલીસે ૨૩ પેટી દારૂ સાથે એક ઝડપ્યો, રૂ. ૩.૬૭ લાખનો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 25 Sep 2026, 04:25 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સાબરકાંઠા દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની ૨૩ પેટીઓ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ગાડી અને દારૂ મળી કુલ રૂ. ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

સાબરકાંઠા LCB પોલીસે હિંમતનગર નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની ૨૩ પેટીઓ ભરેલી એક કાર ઝડપી પાડી છે. આ દારૂની કિંમત રૂપિયા ૨,૫૭,૦૧૮/- અને ગાડીની કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ (IPS) દ્વારા ભાદરવી પુનમ પદયાત્રા દરમિયાન જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખત કાર્યવાહી કરવા માટે અપાયેલ સૂચનાઓના પગલે LCB ટીમ સક્રિય હતી. આ સૂચનાઓના આધારે, નેશનલ હાઇવે અને અંતરિયાળ રસ્તાઓ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દરમિયાન, LCB સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નિરીલકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ સુઝુકી રીટ્ઝ ગાડી (નંબર GJ-27-BL-6048) ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી હિંમતનગરથી વિજાપુર તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે, હિંમતનગર RTO સર્કલ હાઇવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી.

વોચ દરમિયાન, બાતમીવાળી સફેદ કલરની રીટ્ઝ ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરતાં ચાલકે નાકાબંધી તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાડીનું ટાયર ફાટી જતાં તે ત્યાં જ અટકી ગઈ હતી. પોલીસે ગાડી ચાલક અમીતકુમાર સ/ઓ લક્ષ્મણભાઇ તેજાભાઇ અસોડા, રહેવાસી ઝાંઝરી, તા. નયાંગાવ, જી. ઉદેપુર (રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. ગાડીની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરની કુલ ૨૩ પેટીઓ (૮૧૬ બોટલ/ટીન) મળી આવી હતી. પોલીસે ગાડી, દારૂ અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ કબજે કરી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App