🔥 TRENDING રાજકોટ: મોરબી રોડ હડાળા ગામના પાટિયા પ... Four Assam Labourers Die in Meghalaya... Rape Case Surge Brings Women's Safety... Ayushmann Khurrana to Portray Pakistan... Madonna and Taylor Swift Dominate MTV... TVK Minister Criticises Udhayanidhi St...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા LCB દ્વારા ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઈસમ ઝડપાયો, ૪૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 09:24 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠામાં-: વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને ઉકેલવા માટે LCB દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે, હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ એક મોટરસાયકલને LCB ટીમે શોધી કાઢી છે..

સાબરકાંઠામાં-:
મિલ્કત સબંધી ગુન્હાઓ, ખાસ કરીને વાહન ચોરીના બનાવોને અટકાવવા અને બનેલા ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલના નિર્દેશો હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સક્રિય છે.આ સૂચનાઓના આધારે, LCB ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા અને તેમની ટીમે વાહન ચોરીના ગુન્હાઓ પર અસરકારક કામગીરી હાથ ધરી છે.તાજેતરમાં LCB ટીમને હ્યુમન સોર્સીસ દ્વારા બાતમી મળી હતી કે હિંમતનગર બી.ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુન્હા (ગુ.ર.નં. ૧૧૨૦૯૦૫૬૨૬૦૮૮૮/૨૦૨૬) માં ચોરાયેલ મોટરસાયકલ નંબર GJ 09 EA 6976 નો આરોપી હિંમતનગરથી ઇડર જતા રોડ પર હોમગાર્ડ ઓફિસ સામે ઉભો છે.આ બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી..

ઘટના સ્થળે પહોંચતા, બાતમી મુજબની મોટરસાયકલ સાથે એક ઈસમ ઉભો જોવા મળ્યો હતો.જ્યારે તેની પાસે મોટરસાયકલના આધાર પુરાવા માંગવામાં આવ્યા,ત્યારે તેણે જણાવ્યું કે તેની પાસે કોઈ પુરાવા નથી. LCB ટીમે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ મોટરસાયકલ કબજે કરી હતી.એન્જીન અને ચેચીસ નંબરના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આ મોટરસાયકલ હિંમતનગર બી.ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુન્હામાં વપરાયેલ હતી.આમ,LCB ટીમે કુલ રૂ. ૪૦,૦૦૦ ની કિંમતની એક મોટરસાયકલ સાથે આરોપી પીન્ટુભાઈ ભીખાભાઈ જોતે, રહે. દાંતા, જી. બનાસકાંઠા (મૂળ રહે. વડાલી, જી. સાબરકાંઠા) ને ઝડપી પાડ્યો છે. આ ચોરાયેલ મોટરસાયકલને વધુ તપાસ અર્થે હિંમતનગર બી-ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા,PSI આર.જે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભાવિનકુમાર,કનકસિંહ,કોન્સ્ટેબલ પ્રહર્ષકુમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.
📲Get App