🔥 TRENDING Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ગ્રામ્ય LCB ની સફળ કામગીરી

✍️ Reporter: Gilani Asikali 🗓 23 Sep 2026, 08:58 PM 👁 96
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ ફરાર થયેલા પેરોલ જમ્પ આરોપીને અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો છે.પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા નાસતા ફરતા તથા પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન મળેલી બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે કાર્યવાહી કરી ભૂષણ હરિશભાઈ પટેલ (પેરોલ જમ્પ કેદી)ને ઝડપી પાડ્યો હતો.પોલીસ તપાસ મુજબ આરોપી પેરોલ પર મુક્ત થયા બાદ નિયત સમયે જેલમાં પરત હાજર થયો ન હતો અને નાસતો ફરતો હતો. એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કાર્યવાહીમાં અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.ના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App