🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આણંદમાં બ્રાન્ડેડ બોટલ અને સ્ટીકરની આડમાં નકલી ઈંગ્લિશ દારૂ બનાવવાનું રેકેટ ઝડપાયું, LCBની મોટી કાર્યવાહી
Crime

આણંદમાં બ્રાન્ડેડ બોટલ અને સ્ટીકરની આડમાં નકલી ઈંગ્લિશ દારૂ બનાવવાનું રેકેટ ઝડપાયું, LCBની મોટી કાર્યવાહી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 06 Sep 2026, 09:32 AM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આણંદ એલસીબીએ બોરસદના દહેવાણ ગામમાંથી નકલી ઈંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે, જેમાં 575 લીટર સ્પિરિટ અને ખાલી બોટલો સહિત રૂ. 1.39 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આણંદ જિલ્લામાં બ્રાન્ડેડ કંપનીઓની બોટલો અને સ્ટીકરનો ઉપયોગ કરીને નકલી ઈંગ્લિશ દારૂ બનાવતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં દરોડો પાડીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડ દરમિયાન ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં નકલી દારૂ બનાવવાની સામગ્રી મળી આવી છે. જેમાં 575 લીટર આલ્કોહોલ સ્પિરિટનો જથ્થો અને વિવિધ બ્રાન્ડની 1,514 કાચની ખાલી બોટલો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત નકલી દારૂ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતો અન્ય સામાન પણ પોલીસે કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 1.39 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલે આણંદ LCB દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ નકલી દારૂ બનાવવાનો કાળો કારોબાર હરમતસિંહ પરમારની માલિકીની જગ્યા પર ચાલી રહ્યો હતો. પોલીસે આ ગુનામાં હરમતસિંહ પરમાર, વડોદરાના અરવિંદ ઉર્ફે ભગો પરમાર અને રાજસ્થાનના દિનેશ નામના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
📲Get App