🔥 TRENDING India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચોરી કરનાર મોટરસાયકલ ચોરોનો પર્દાફાશ કરતી LCB સાબરકાંઠા...

ચોરી કરનાર મોટરસાયકલ ચોરોનો પર્દાફાશ કરતી LCB સાબરકાંઠા...

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Sep 2026, 11:01 AM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોટરસાયકલ ચોરોનો પર્દાફાશ...

સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ IPS ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ IPS સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ જેમાં ખાસ કરી વાહનચોરીના બનાવો વધુ બનતા હોય આવા વાહનચોરીના ગુન્હા બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હા શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સાબરકાંઠા જિલ્લામાં વાહનચોરી ડીટેકશન સ્ક્વોડની કરેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા,એલ.સી.બી.નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ વાહનચોરીના બનેલ ગુન્હાઓ જે અનડીટેકટ હોય તે શોધી કાઢવા વાહનચોરી ડીટેકશન સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર.ચૌહાણ તથા પોલીસ કર્મચારીઓ આવા ગુન્હા શોધી કાઢવા સારૂ તપાસમાં હતા..

ઉપરોકત ટીમના માણસો તા.૦૩/૦૯/૨૦૨૬ના ખાનગી વાહનમાં વાહન ચોરીના બનાવો સંબધે સાબરકાંઠા જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન હિંમતનગર મોતીપુરા થી અમદાવાદ જતા રોડ ઉપર આવતા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ તથા કપિલભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે "એક નંબર વગરનું કાળા કલર તથા ગ્રે કલરનુ પટ્ટાવાળુ સ્પેલેન્ડર પ્લસ મો.સા. લઇ એક ઇસમ રાજસ્થાન થી હિંમતનગર તરફ આવી રહ્યા છે.જે માણસ તથા મોટર સાઇકલ શંકાસ્પદ છે..

જે બાતમી હકીકત આધારે મોતીપુરા મુકામે બાતમી મુજબનો એક ઇસમ મોટર સાયકલ લઇ આવતાં તેને કોર્ડન કરી રોકી પુછપરછ કરતાં ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક હકિકત જણાવતો ન હોઇ તેમજ પોતાની પાસે મોટર સાયકલના આધાર પુરાવા ન હોવાનુ જણાવતો હોય જેથી સદરી શંકાસ્પદ ઇસમ પાસેથી મળી આવેલ હિરો સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/- નું ભારતીય નાગરીક સુરક્ષા સહિતા ૨૦૨૩ ની કલમ.૧૦૬ મુજબ કબજે કરી આરોપી સાહિલ ઉર્ફે સાયર સલીમભાઈ ઘાંચી (શેખ) ઉ.વ.૨૨ રહે.ભાણધા તા.ખેરવાડા જી.ઉદયપુર (રાજસ્થાન) વાળાને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ.૩૫(૧)(ઈ)મુજબ અટક કરી મોટર સાયકલના એન્જીન-ચેચીસ નંબર આધારે ઇ-ગુજ કોપ તથા પોકેટ કોપ તેમજ ઉપલબ્ધ સોફ્ટવેર તથા મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદર હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ અંગે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર. નં.૧૧૨૦૯૦ ૧૬૨૬૧૦૫૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો નોંધાયેલ હોય પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે હિંમતનગર એ ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.સદરી ઇસમની ઉંડાણપૂર્વક વધુ પુછપરછ કરતાં પોતે અવાર નવાર મોટર સાયકલ ચોરીઓ કરતો હોવાનુ જણાવતો હોય બીજી ચોરીઓનો ભેદ ઉકેલી શકાય તેમ હોય જેથી સદરી ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે મોટર સાયકલની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
📲Get App