🔥 TRENDING भारतीय किसान यूनियन लोक शक्ति का स्थाप... Speculation Rises Over Mohammed Shami... Centre Confident of 371 Votes for Deli... Chief Secretary Inspects JKSSB Sub‑Ins... FDA Suspends Licences of Two Paneer Un... Jammu & Kashmir Lieutenant Governor wa...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બાકોરમાં LCBનો મોટો સપાટો: ક્રેટા કારમાંથી રૂ. 1,41,875નો વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ શખ્સો પકડાયા

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 29 Nov 2026, 08:55 PM 👁 26
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના બાકોર વિસ્તારમાંથી એક મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહીસાગર એલ.સી.બી. દ્વારા પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવામાં આવ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે, રોકેલી-વાહેલા રોડ પર થઈ બાબલીયા તરફ જઈ રહેલી એક શંકાસ્પદ ક્રેટા કારને વાહેલા ગામે રોકવામાં આવી હતી. કારનું ચેકિંગ કરતા તેમાં વિદેશી દારૂ હોવાનું જણાઈ આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં પકડાયેલા કથિત આરોપીઓના નામ આ મુજબ છે.

આકાશકુમાર ચિમનલાલ સાલવી, રહે. ઉદેપુર, રાજસ્થાન..

લાલસીંગ હેમેરસિંગ રાજપુત, રહે. નરોડા, અમદાવાદ..

ભરતભાઈ કાલુદાસ વૈષ્ણવ, રહે. ઉદેપુર, રાજસ્થાન..

કારને પોલીસ જાપ્તા સાથે બાકોર પોલીસ સ્ટેશને લાવી વધુ તપાસ કરતા, ભારતીય બનાવટના પ્લાસ્ટિકના ટેટ્રા પેક કુલ નંગ 331, કિંમત રૂપિયા 1,41,875નો વિદેશી દારૂ મળી આવ્યો હોવાનું જણાવાયું છે.

દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 6,61,875નો મુદ્દામાલ કબજે કરાયો

પકડાયેલા ત્રણેય શખ્સો સામે બાકોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App