🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
KSKV કચ્છ યુનિવર્સિટીમાં GPSC ટોપરનો ફોટો હટાવવા મુદ્દે વિરોધ પ્રદર્શન
Education

KSKV કચ્છ યુનિવર્સિટીમાં GPSC ટોપરનો ફોટો હટાવવા મુદ્દે વિરોધ પ્રદર્શન

✍️ Reporter: Pravin Sanjot 🗓 21 Aug 2026, 12:04 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કચ્છ યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં GPSC પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીનો ફોટો નોટિસ બોર્ડ પરથી હટાવી દેવાતા વિવાદ સર્જાયો છે.

KSKV કચ્છ યુનિવર્સિટીમાં એક કથિત જાતિવાદી કૃત્ય સામે વિદ્યાર્થીઓ અને સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં GPSC પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીનો ફોટો નોટિસ બોર્ડ પરથી હટાવી દેવામાં આવતા આ વિવાદ વકર્યો છે.

આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ ASAP ના ઉપાધ્યક્ષ શીવજી સીજુએ આ કૃત્યને જાતિવાદી માનસિકતા ગણાવી છે. વિદ્યાર્થીઓના ફોટાને નોટિસ બોર્ડ પરથી હટાવી દેવાના નિર્ણય સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

યુનિવર્સિટી તંત્ર દ્વારા આ મામલે કરવામાં આવેલી કાર્યવાહી સામે વિદ્યાર્થી સંગઠનોએ સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર ઘટના બાદ કેમ્પસમાં વાતાવરણ તંગ બન્યું હતું અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
📲Get App