🔥 ट्रेंडिंग विरेंद्र शेखर की मज़ेदार प्रतिक्रिया:... मुस्लिम पुरुष के उत्पीड़न का नकली वीडि... गुप्त स्थल वायरल, पर्यटकों की भीड़ ने... सियोल ने यूक्रेन पर उत्तर कोरियाई युद्... द ट्रिब्यून ने 'jijithomson' खोज रिकॉर... द ट्रिब्यून ने डॉ. शाइनी देवासी की प्र...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

Kol

✍️ रिपोर्टर: Sabir Haji 🗓 24 सित. 2026, 07:00 PM 👁 152
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દેવભૂમિ દ્વારકા: રૂપેણ બંદરના માછીમારોના પ્રશ્ને ભીમ આર્મી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું
દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર ખાતે સ્થિતિ વણસી રહી છે. મત્સ્યોદ્યોગ વિભાગ (ઓખા અને વેરાવળ) દ્વારા રૂપેણ બંદરની આશરે 400 થી 500 જેટલી નાની માછીમારી OBM હોડીઓના નોંધણી પ્રમાણપત્ર અને લાયસન્સ અચાનક રદ કરી દેવામાં આવ્યા છે, જેના વિરોધમાં સ્થાનિક માછીમારો અને ભીમ આર્મીના પદાધિકારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
રોજી-રોટી અને આજીવિકાનો ગંભીર પ્રશ્ન
ભીમ આર્મીના દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ ભેંસલીયા અમીન કાસમ દ્વારા રજૂ કરવામાં આવેલા આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, હોડીઓના લાયસન્સ રદ થવાથી સ્થાનિક માછીમારો માટે રોજી-રોટી અને આજીવિકાનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. માછીમારોને ટોકન ન મળવા, દસ્તાવેજો અંગેની ગેરસમજ અને બંધારણની કલમ 21 (જીવવાનો અધિકાર) ના ભંગ જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.
તપાસના આદેશ છતાં સ્થળ તપાસ શૂન્ય
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, આ અંગે અગાઉ તા. 7 અને 8 સપ્ટેમ્બરે વેરાવળ તથા ઓખાના મત્સ્યોદ્યોગ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ગાંધીનગર કમિશનરશ્રીને ઈમેલ મારફતે જાણ કરવામાં આવતા, કમિશનર કાર્યાલય તરફથી 3 દિવસમાં તપાસ કરી રિપોર્ટ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. છતાં પણ આજદિન સુધી કોઈ જ અધિકારી દ્વારા સ્થળ પર આવીને તપાસ કરવામાં આવી નથી.
તાત્કાલિક દરમિયાનગીરી કરવા માંગ
માછીમારોની વહારે આવેલા ભીમ આર્મીના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરશ્રીને આ મામલે તાત્કાલિક દરમિયાનગીરી કરી, રૂપેણ બંદરની OBM હોડીઓના રદ કરાયેલા દસ્તાવેજો અને લાયસન્સ પુન: જારી કરવા માટે મત્સ્યોદ્યોગ વિભાગને આદેશ આપવા નમ્ર અપીલ કરી છે.
📲Get App