🔥 TRENDING Main suspect in Bindayaka murder arres... समनापूर-संगमनेर रोडची दुरवस्था: प्रवाश... கார் மோதி மின்வெட்டு பாதிப்பு ભરૂચ: 29 સપ્ટેમ્બરના રોજ 9 કલાક વીજ પુ... Daru ni party thay se “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો ભુજના મુંદરા રોડ પર જોષી દહીંવડા ખાતે વચેટિયો ઝડપાયાં બાદ ACBએ જીનીશ આચાર્યને પણ પકડી લીધો

ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો ભુજના મુંદરા રોડ પર જોષી દહીંવડા ખાતે વચેટિયો ઝડપાયાં બાદ ACBએ જીનીશ આચાર્યને પણ પકડી લીધો

✍️ Reporter: Naresh katua 🗓 28 Sep 2026, 10:33 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો ભુજના મુંદરા રોડ પર જોષી દહીંવડા ખાતે વચેટિયો ઝડપાયાં બાદ ACBએ જીનીશ આચાર્યને પણ પકડી લીધો વચેટિયાએ ભુજના મુંદરા રોડ પર એરોપ્લેન સર્કલ પાસે આવેલા જોષી દહીંવડા સેન્ટર પાસે ફરિયાદીને નાણાં આપવા માટે બોલાવ્યો હતો.એસીબીએ આપેલી પ્રાથમિક માહિતી મુજબ આરોપી જીનીશ આચાર્ય (ઉ.વ. ૩૦) ભુજની કલેક્ટર કચેરીમાં આવેલી ખાણ ખનિજ કચેરીમાં IT એક્ઝિક્યુટીવ તરીકે કરાર આધારીત નોકરી કરે છે. ફરિયાદીનું વર્ષ ૨૦૦૮માં મંજૂર થયેલી રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લૉક થઈ ગયેલું. વહીવટી પ્રક્રિયા મુજબ ખનન કરવામાં આવેલ ખનિજનું વહન કરવા રોયલ્ટી પાસ જનરેટ કરવા માટે એકાઉન્ટ અનલૉક હોવું જરૂરી છે.ફરિયાદીએ જીનીશ આચાર્યનો સંપર્ક કરેલો. જીનીશે એકાઉન્ટ અનલૉક કરવા માટે પચાસ હજાર રૂપિયાની માંગણી કરીને વચેટિયા આશિષ કાળુભાઇ આચવડીયાને જોડે વહીવટ કરી લેવા જણાવ્યું હતું.
📲Get App